Russia-Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ 9 મહિનાથી વધુ સમય થયો છતાં અટકી નથી રહ્યું. બન્ને દેશોમાંથી કોઇપણ પીછેહઠ કરવા તૈયાર નથી, કોઇપણ દેશ પોતાની હાર માનવા તૈયાર નથી. આ બધાની વચ્ચે ફિનલેન્ડના પ્રધાનમંત્રી સના મરીને (Sana Marin) શુક્રવારે ઓસ્ટ્રેલિયન દર્શકોને ચેતાવણી આપી છે કે, એક રશિયન જીત અન્ય હુમલાખોરોને શસક્ત બનાવી દેશે.
સના મરીને કહ્યું કે, જો રશિયા આ યુદ્ધને જીતી જશે તો અન્ય દેશો પણ આવુ જ કરવા માટે સશક્ત થઇ જશે. સના મરીને અન્યે દેશોમાં રશિયા પર નિર્ભરતાને ઓછી કરવા પર જોર આપ્યુ. ખરેખરમાં, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સના મરીન રશિયા પર એકદમ ગંભીર જોવા મળી, તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું - કોઇપણ પ્રકારની કોઇ ભૂલ ના કરે, જો આ યુદ્ધ રશિયા જીતવામાં સફળ થશે તો તે શક્તિશાળી અનુભવ કરનારો એકલો નહીં હોય.
સના મરીનએ વધુમાં કહ્યું કે, યૂક્રેન પર રશિયન હુમલા સામે લડવા માટે યુરોપ હજુ મજબૂત નથી, જેના કારણે તેને અમેરિકા પર નિર્ભર રહેવુ પડે છે. તેમને કહ્યું કે એ વાત પર પણ જોર આપ્યુ કે યૂરોપની રક્ષા શક્તિઓને મજબૂત કરવી જોઇએ, સાથે જ કહ્યું કે, હાલમાં અમે અમેરિકાની મદદ વિના મુસીબતમાં હોઇશું.
New Zealand-Finland PM: રિપોર્ટરે કર્યો એવો વિચિત્ર સવાલ કે બે દેશોની મહિલા વડાપ્રધાનો પણ ભોંઠી પડી
Sanna Marin New Zealand Visit:ફિનલેન્ડના કોઈ વડાપ્રધાન ન્યુઝીલેન્ડની મુલાકાતે ગયા હોય અને ત્યાંની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપવામાં આવેલા સવાલોના જવાબો આપ્યા હોય તેવું આવું પહેલીવાર બન્યું હતું. આ સવાલોના જવાનો વાયરલ થયા હતાં. PM જેસિન્ડા આર્ડર્ન કે જેઓ 2017થી ન્યૂઝીલેન્ડની કમાન સંભાળી રહ્યા છે તેમણે ઓકલેન્ડમાં ફિનલેન્ડના PM સન્ના મરીનનું સ્વાગત કર્યું હતું.
એક સંયુક્ત નિવેદનમાં બંને મહિલા વડા પ્રધાનોએ કહ્યું હતું કે, તેઓએ યુક્રેનની સાર્વભૌમત્વ, જળવાયુ પરિવર્તન અને ઈરાનમાં છોકરીઓ અને મહિલાઓને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પરંતુ બંને મહિલા નેતાઓ ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે એક પત્રકારે તેમને કહ્યું હતું કે, કદાચ તેઓ એકબીજાને એટલા માટે મળી રહ્યાં છે કારણ કે, તેઓ એક જ ઉંમરના છે. આર્ડર્ને કહ્યું હતું કે, રાજકારણમાં પુરુષોની સંખ્યા વધુ છે. આ એક હકીકત છે. પરંતુ બે નેતાઓની મુલાકાત થવી એનું કારણ એ નથી કે તે બંન્ને મહિલાઓ છે.
આ પ્રશ્ન પત્રકારે કર્યો હતો
ન્યૂઝીલેન્ડના ટોક-રેડિયો સ્ટેશન ન્યૂઝટૉક ઝેડબીના એક રિપોર્ટરે બંને મહિલા નેતાઓને પૂછ્યું હતું કે, ઘણા લોકો એવું વિચારે છે કે તમે બંને એટલા માટે બેઠક કરી રહ્યા છો કારણ કે બંને એક જ ઉંમરના છો અને બંનેના વિચારો પણ એકબીજાને મળતા આવે છે. જ્યારે રાજકારણ અને અન્ય બાબતોની વાત કરીએ તો શું ન્યુઝીલેન્ડના લોકો એ અપેક્ષા રાખી શકે છે કે ભવિષ્યમાં બંને દેશો વચ્ચે સંબંધો વધુ સમજૂત બનશે.
આ સવાલનો વીડિયો ટ્વિટર પર અત્યાર સુધીમાં 15 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જવાબમાં આર્ડર્ને કહ્યું હતું કે, મારો પહેલો પ્રશ્ન એ છે કે શું કોઈએ ક્યારેય એ સવાલ કર્યો છે કે શું બરાક ઓબામા અને જ્હોન કી એક જ સરખી ઉંમરના હોવાના કારણે એકબીજાને મળતા હતાં?