Unidentified Object Shot Down in Canada: અમેરિકા બાદ કેનેડામાં પણ હવાઈ ખતરો જોવા મળ્યો હતો. અમેરિકાના ફાઈટર જેટે એરસ્પેસમાં ઘૂસીને ઉડતી વસ્તુને તોડી પાડી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ વાતનો ખુલાસો કર્યો છે. જસ્ટિન ટ્રુડોએ શનિવારે (11 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે તેમના આદેશ પર કેનેડિયન એરસ્પેસમાં એક અજાણી ઉડતી વસ્તુને ઠાર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઓપરેશનના એક સપ્તાહ પહેલા 4 ફેબ્રુઆરીએ અમેરિકાએ ફાઈટર જેટ દ્વારા મિસાઈલ વડે ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું.


કેનેડાએ ઉડતી વસ્તુને તોડી પાડી


કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ ટ્વીટ કર્યું, "મેં કેનેડિયન એરસ્પેસનું ઉલ્લંઘન કરતી અજાણી વસ્તુને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું આ વિશે તેમણે યુએસ પ્રમુખ જો બિડેન સાથે વાત કરી હતી. નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડે યુકોન ઉપર ફ્લાઈંગ ઓબ્જેક્ટ તોડી પાડ્યું હતું. કેનેડિયન અને અમેરિકન એરક્રાફ્ટ દ્વારા એક યુએસ એફ 22એ શંકાસ્પદ વસ્તુને નિશાન બનાવમાં આવી.






અમેરિકાએ ચાઈનીઝ બલૂન તોડી પાડ્યું


ઉત્તર-પશ્ચિમ કેનેડામાં એક અજાણી ઉડતી વસ્તુને ઠાર કરવામાં આવી તેના એક દિવસ પહેલા, યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ અલાસ્કા ઉપર 40,000 ફીટ પર ઉડતી વસ્તુને ઠાર કરી હતી. યુએસ સૈન્યએ 4 ફેબ્રુઆરીના રોજ કથિત ચીની જાસૂસ બલૂનને તોડી પાડ્યાના એક અઠવાડિયા પછી આ ઓપરેશન કરવામાં આવ્યું છે.  જેનાથી બેઇજિંગ સાથે નવેસરથી રાજદ્વારી અણબનાવ થયો છે. યુએસ પરમાણુ સાઇટ પર એક ચીની જાસૂસ બલૂન જોવા મળ્યો હતો, જેને બિડેન વહીવટીતંત્ર દ્વારા 4 ફેબ્રુઆરીએ તોડી પાડવામાં આવ્યો હતો. અમેરિકાએ ચીન પર બલૂન દ્વારા ગુપ્ત માહિતી ભેગી કરવાનો આરોપ લગાવ્યો હતો.  જ્યારે ચીને તેને સિવિલ બલૂન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે માત્ર હવામાન સંશોધન કાર્ય માટે હતું.


આ પણ વાંચો: Turkiye Earthquake: જોકો રાખે સાંઇયાં.... તુર્કીમાં કુદરતી ચમત્કાર, 128 કલાક બાદ કાટમાળમાંથી મળ્યું જીવિત બાળક


Turkiye Earthquake: તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 29 હજારને વટાવી ગયો છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.


6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે ભયંકર તબાહી સર્જાઈ છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે બચાવકર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. બરબાદી અને નિરાશા વચ્ચે કાટમાળમાંથી બચી જવાના ચમત્કારિક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.


તુર્કી ભૂકંપના લગભગ 128 કલાક બાદ બે મહિનાના બાળકને બચાવી લેવામાં આવ્યું હતું. તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 29 હજારને વટાવી ગયો છે. 85 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.


128 કલાક બાદ બાળક જીવતો મળ્યો


તુર્કીમાં બચાવ કાર્ય દરમિયાન 'જાકો રખે સાઇયા ઉસે  માર સકે ના કોઈ' કહેવત પણ સાચી સાબિત થઈ રહી છે. સેંકડો ટન વજનના કાટમાળમાં બચી જવાના અનેક ચમત્કારી દ્રશ્યો સામે આવી રહ્યા છે. તુર્કીના હટેમાં શનિવારે કાટમાળ નીચેથી બે મહિનાના બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. આ બાળક માટે ટોળાએ તાળીઓ પાડી અને તેને બચાવી શક્યાનો આનંદ તેમના ચહેરા પર દેખાતો હતો. ભૂકંપના લગભગ 128 કલાક બાદ બાળક જીવતો મળી આવ્યો હતો.


તુર્કીમાં  ભૂંકપની ભયાવહતા વચ્ચે ચમત્કાર


તુર્કીના મીડિયા અનુસાર, ભૂકંપના પાંચ દિવસ બાદ બચાવી લેવામાં આવેલા લોકોમાં બે વર્ષની બાળકી, છ મહિનાની ગર્ભવતી મહિલા અને એક 70 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. તુર્કીમાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. લાખો લોકો બેઘર બન્યા છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.


રાહત અને બચાવ કાર્ય ચાલુ


ભારત સહિત વિશ્વભરના બચાવકર્મીઓની ટીમો તુર્કી અને સીરિયામાં રાહત કાર્યમાં લાગેલી છે. હજારો બચાવકર્મીઓ કડકડતી ઠંડીમાં કાટમાળની નીચે જિંદગીની તલાશમાં લાગી ગયા ઠેય આ ભયંકર આફતમાં લાખો લોકો પ્રભાવિત થયા છે અને તેઓને હવે મદદની સખત જરૂર છે. અસરગ્રસ્ત લોકોને આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવી રહ્યા છે.