US San Francisco Khalistan Supporters: યુ.એસ.એ રવિવારે (2 જુલાઈ) સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગજનીના પ્રયાસની સખત નિંદા કરી. અમેરિકાની સ્થાનિક ચેનલ દિયા ટીવીએ અહેવાલ આપ્યો હતો કે ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં સવારે 1:30 થી 2:30 વચ્ચે આગ લગાવી હતી, પરંતુ સાન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગે તેને ઝડપથી બુઝાવી દીધી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગને કારણે વધારે નુકસાન થયું નથી. સાથે જ આ ઘટનામાં કોઈ કર્મચારીને ઈજા થઈ નથી. ખાલિસ્તાન સમર્થકોએ આ ઘટનાને લઈને એક વીડિયો પણ જાહેર કર્યો છે. જો કે, ABP સ્વતંત્ર રીતે આ વીડિયોની ખરાઈ કરી શક્યું નથી.
માર્ચ મહિનામાં પણ આ ઘટના બની હતી
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે ટ્વીટ કર્યું કે અમેરિકા સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ સામે કથિત તોડફોડ અને આગચંપીના પ્રયાસની સખત નિંદા કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજદ્વારી સુવિધાઓ અથવા વિદેશી રાજદ્વારીઓ સામે તોડફોડ અથવા હિંસા એ ફોજદારી ગુનો છે.
આ ઘટના માર્ચમાં સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર ખાલિસ્તાન તરફી વિરોધીઓના એક જૂથે હુમલો કરીને નુકસાન પહોંચાડ્યાના મહિનાઓ પછી આવી છે, જેની ભારત સરકાર અને ભારતીય-અમેરિકનો દ્વારા સખત નિંદા કરવામાં આવી હતી. તેમણે આ માટે જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
ખાલિસ્તાન તરફી નારા લગાવવામાં આવ્યા હતા
અમેરિકામાં માર્ચ મહિનામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોએ પોલીસ દ્વારા મુકવામાં આવેલ કામચલાઉ સુરક્ષા કોર્ડનને પણ તોડી નાખ્યું હતું. આ સિવાય કોન્સ્યુલેટ પરિસરમાં બે ખાલિસ્તાની ઝંડા લગાવવામાં આવ્યા હતા. જો કે, કોન્સ્યુલેટના બે કર્મચારીઓ દ્વારા ટૂંક સમયમાં આ ધ્વજ હટાવી લેવામાં આવ્યા હતા.