નવી દિલ્હીઃ 26 ફેબ્રુઆરીના રોજ સૂરજ ઉગતા પહેલા જ ભારતીય વાયુસેનાએ જ્યારે પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓના કેમ્પ નષ્ટ કર્યાં તો પાકિસ્તાને કોઈ નુકસાન ન થયાનું જણાવ્યું. ત્યાર બાદ 27 ફેબ્રુઆરીએ જ્યારે પાકિસ્તાન વાયુસેનાએ ભારતીય સરહદામાં આવીને આતંકીઓની મોતનો બદલો સેના સાથે લેવાનું જે દુસ્સાહસ કર્યું તો ભારતીય એરફોર્સે તેના ઈરાદા પર પાણી ફેરવી દીધું સાથે જ તેના એક ફાઈટર વિમાનને નષ્ટ કર્યું.




ભારતની આ કાર્યવાહી પર પાકિસ્તાને પોતાનો જૂનો રાગ આલોપ્યો હતો અને કહી દીધું કે અમારું કોઇ વિમાન તોડી પડાયું નથી. પરંતુ પાયલોટ પર પાકિસ્તાનના દાવોએ તેના પોતાના જ જુઠ્ઠાણાએ પોતાના પર ગંભીર સવાલો ઉભા કરી દીધા છે, જેના કારણે પાકિસ્તાન પોતાના જ ફંદામાં ખુદ ફસાતું જોવા મળી રહ્યું છે.



પાકિસ્તાન સેનાના પ્રવક્તા સહિત વડાપ્રધાન ઇમરાન ખાને મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે, અમારી વાયુસેનાએ ભારતના બે વિમાન (મિગ-21) ઠાર માર્યા. તેની સાથે જ પાકિસ્તાન સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે ભારતના બે પાયલોટને પોતાની કસ્ટડીમાં હોવાનો દાવો કર્યો હતો, પરંતુ બાદમાં તે પલ્ટી ગયા હતા.પોતાના વીડિયો સંદેશ બાદ આસિફ ગફૂરે એક ટ્વિટ કર્યું અને જણાવ્યું કે, તેમની કસ્ટડીમાં માત્ર એક ભારતીય પાયલોટ જ છે.


એવામાં સવાલ ઉઠે છે કે પાકિસ્તાન સેનાએ પહેલા જે બે પાયલોટ વિશે જાણકારી આપી હતી, તેમાંથી એક કયાં ગયો? તો બીજો પાયલોટ કોણ હતો, જેને પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો? તો શું પાકિસ્તાની વાયુસેનાનો જ પાયલોટ હતો, જેને ભૂલથી ભારતીય બતાવવામાં આવી રહ્યો છે? કારણ કે, ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, તેનો એક પાયલોટ લાપતા છે. સાથે ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના એક વિમાનને ઠાર માર્યું છે, જે LoC પાર કરીને ભારતીય સીમામાં ઘૂસ્યું હતું. એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું બીજો પાયલોટ જે પાકિસ્તાનને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાની વાત કરી છે, ક્યાંક તે તેમનો પાકિસ્તાની વિમાનનો પાયલોટ જ નહોતો. જેને ઠાર મારવાનો દાવો ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવી રહ્યો છે.