ટ્રમ્પે 10% વધારાના વૈશ્વિક ટેરિફની જાહેરાત કરી છે. આ ટેરિફ 24 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે. જોકે, તે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સહિત કેટલાક માલ પર લાગુ થશે નહીં, જેને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. આ યાદીમાં રેયર અર્થ  મેટલ્સને પણ સામેલ કરવામાં આવે છે.  ચાલો જાણીએ કે આ યાદીમાં કયા ઉત્પાદનોનો સમાવેશ નથી.

સુપ્રીમ કોર્ટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. બાદ ટ્રમ્પે સમગ્ર વિશ્વ પર વધારાના 10% ટેરિફનો આદેશ આપ્યો છે. આ આદેશ 24 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12:01 વાગ્યે અમલમાં આવશે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું આ વધારાનો ટેરિફ દરેક પર લાગુ થશે કે શું કેટલીક વસ્તુઓને મુક્તિ આપવામાં આવશે. અહેવાલો અનુસાર, કેટલાક ઉત્પાદનો અને સેવાઓને આ વધારાના ટેરિફમાંથી મુક્તિ મળી શકે છે, જેમાં કેટલીક રેયર અર્થ મેટલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને કેટલાક ઓટો અને સંબંધિત ભાગોનો સમાવેશ થાય છે. ઊર્જા ઉત્પાદનો પણ ટેરિફથી પ્રભાવિત થશે નહીં. ચાલો તમને જણાવીએ કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વધારાના ટેરિફમાંથી કયા માલને મુક્તિ આપવામાં આવી છે. 

આ વસ્તુઓ પર નહિ લાગે 10% ટેરિફ

Continues below advertisement
Continues below advertisement
  • કેટલીક જરૂરી મિનરલ કરેંસી અને બુલિયનમાં ઉપયોગમાં આવતી મેટલ, એનર્જી  અને એનર્જી પ્રોડક્ટસને સામેલ કરવામાં આવી છે..નેચરલ રિસોર્સ અને ફર્ટિલાઇઝર જેને યુનાઇટેડ સ્ટેટસમાં ઉગાડવા કે  માઇન કરવા કે અને બીજી કોઇ રીતે પ્રોડ્યુસ નથી કરી શકાતા. અથવા તો જેને ઘરેલુ ડિમાન્ડને પૂરી કરવા માટે વધુ માત્રામાં ઉગાડવા માઇન કરવા પોડ્યુસ કરવામાં નથી આવતું
  • બીફ સહિત  ટામેટાં અને નારંગી સહિત અમુક કૃષિ ઉત્પાદનો પર પણ 10 ટકાનો વધારાનો ટેરિફ લાગુ પડશે નહીં.
  •  ફાર્માસ્યુટિકલ અને   ફાર્માસ્યુટિક માટેની સામગ્રીને  પણ 10 ટકાનો વધારાનો ટેરિફ લાગુ પડશે નહીં.આ  વસ્તુઓ અમેરિકા નોંધપાત્ર માત્રામાં આયાત કરે છે.
  • આ 10 ટકા વધારાના ટેરિફમાંથી કેટલાક ઇલેક્ટ્રોનિક્સને પણ મુક્તિ આપવામાં આવી છે.
  • પેસેન્જર વાહનો, અમુક હળવા ટ્રકો, અમુક મધ્યમ અને ભારે વાહનો, બસો અને પેસેન્જર વાહનોના અમુક ભાગો, હળવા ટ્રકો, ભારે વાહનો અને બસો પર કોઈ વધારાનો ટેરિફ રહેશે નહીં.
  • કેટલાક એરોસ્પેસ ઉત્પાદનોને પણ 10 ટકા વધારાના ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • માહિતીપ્રદ સામગ્રી (દા.ત., પુસ્તકો), ડોનેશન અને તેની સાથેની ચીજવસ્તુઓ પણ 10 ટકા ટેરિફમાંથી મુક્ત છે.