નવી દિલ્હી :  વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ શુક્રવારે કહ્યું કે, કોવિડ-19નું બીજુ વર્ષ ખૂબજ ઘાતક સાબિત થઈ રહ્યું છે. એવામાં તેણે અનુરોધ કરતા દુનિયાના દેશોને કહ્યું કે, બાળકોને કોરોનાની વેક્સિન આપવાની જગ્યાએ તેને ડબ્લ્યૂએચઓના ગરીબ દેશો માટે કોવેક્સ સ્કીમ હેઠળ દાન કરવા અંગે વિચારે.  WHOના વડા ટેડ્રોસ એડહનોમ ગિબ્રયેસોસે કહ્યું કે, પ્રથમ વર્ષની તુલનામાં હાલમાં મહામારી વધુ ભયંકર છે. તેમાં ભારતને લઈને ચિંતા છે. 


જિનીવામાં વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન તેમણે કહ્યું- "હું સમજું છું કે કેટલાક દેશો શા માટે તેમના બાળકો અને કિશોરોને રસી અપાવવા માગે છે. પરંતુ હમણાં હું તેમને ડબ્લ્યુએચઓના કોવેક્સ પ્રોગ્રામ હેઠળ પુનર્વિચારણા કરવા અને રસી દાન આપવાની વિનંતી કરું છું."


વેક્સિન દાન આપવા દુનિયાના દેશોને WHOની અપીલ


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)દ્વારા કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ઉઠાવેલા પગલાઓની સમીક્ષા કરતી સ્વતંત્ર નિષ્ણાતોની સમિતિએ કહ્યું કે, સંસ્થાઓને વધુ અધિકારો મળવા જોઈએ.  કેટલાક નિષ્ણાતોએ કહ્યું કે, સભ્ય દેશો ડબ્લ્યુએચઓને વધુ સત્તા આપવાના વિચારને ભાગ્યે જ સ્વીકારશે. સમિતિએ કહ્યું છે કે દેશોમાં પ્રવેશવાનો અધિકાર રોગચાળાના પ્રારંભિક સ્થળને શોધવા માટે આપવો જોઈએ. બુધવારે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં સમિતિએ કોવિડ -19 ને રોકવા માટેના નબળા વલણની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કેટલાક દેશો ફક્ત ચેપનો ફેલાવો કેવી રીતે થઈ રહ્યો છે તેના પર નજર રાખે છે, જેના પરિણામે ભયંકર પરિણામો આવ્યા હતા.



ભારતમાં 17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 92 લાખ 98 હજાર 584 ડોઝ આપવામાં આવ્યા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,43,144 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4000 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,44,776 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  2,40,46,809
કુલ ડિસ્ચાર્જ- 2,00,79,599
કુલ એક્ટિવ કેસ - 37,04,893
કુલ મોત – 2,62,317