ચીનના વિદેશ મંત્રી કિન ગેંગને હટાવવાના સમાચાર હાલ ચર્ચામાં છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનના વિદેશ મંત્રીનું દેશની એક પ્રખ્યાત ટીવી એન્કર સાથે અફેર હતું. આ વાત સામે આવ્યા બાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.


કિન ગેંગ છેલ્લે 25 જૂને જોવા મળ્યાં હતા.  આ દરમિયાન તેઓ શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરી અને વિયેતનામના વિદેશ મંત્રી બુઇ થાન સોનને મળ્યા હતા. ત્યારબાદથી તે કોઈપણ જાહેર પ્રસંગે જોવા મળ્યા નથી.


જો કે ચીનના મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 57 વર્ષીય ચીની નેતા હાલ  બીમાર છે. પરંતુ પશ્ચિમી દેશોની મીડિયા અલગ-અલગ દાવા કરી રહી છે. કિન ગેંગે ગયા વર્ષે ડિસેમ્બરમાં વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.


હવે બેઇજિંગ- નિરીક્ષકોનો દાવો છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રગતિની મોટી છલાંગ લગાવનાર કિન ગેંગની ખુરશી 40 વર્ષીય ચીની એન્કર ફૂ ઝિયાઓટિઅન સાથેના અયોગ્ય સંબંધોને કારણે જતી રહી છે. વિદેશ મંત્રી બનતા પહેલા ગેંગ અમેરિકામાં ચીનના રાજદૂત તરીકે પણ રહી ચૂક્યા છે.


વિદેશ મંત્રીના ચીની એન્કર કોણ છે?


Fu Xiaotian કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ છે. Xiaotian Phoenix એ ટેલિવિઝન પ્રોગ્રામ ટોક વિથ વર્લ્ડ લીડર્સના હોસ્ટ તરીકે વધુ જાણીતી છે અને આંતરરાષ્ટ્રીય સહયોગ અને જોડાણને પ્રોત્સાહિત કરીને ચીનમાં સફળ મીડિયા કારકિર્દી ધરાવે છે.Xiaotian ચીનની સૌથી મોંઘી ટીવી એન્કર માનવામાં આવે છે. તેણીએ વિશ્વના ઘણા નેતાઓની મુલાકાત લીધી છે. તેને 200 મિલિયનથી વધુ લોકો જુએ છે. Fu Xiaotian પણ બહુ લાંબા સમયથી ક્યાંય જોવા મળી નથી.


એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફૂ અને ક્વિનના સંબંધો કથિત રીતે ગયા વર્ષે કિનના શો ટોક વિથ વર્લ્ડ લીડર્સ માટેના તેમના ઇન્ટરવ્યુ પછી શરૂ થયા હતા. આ પછી તે ઘણા પ્રસંગોએ કિન ગેંગ સાથે જોવા મળી હતી.


જ્યારે કિને સ્ટેટ કાઉન્સિલર તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે ફુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો પર તેમના પુત્રનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે 'એ વિનિંગ સ્ટાર્ટ' કેપ્શન સાથે ફોટો અપલોડ કર્યો હતો. આનાથી કેટલાકને અનુમાન કરવામાં આવ્યું કે તે વિદેશ પ્રધાનને અભિનંદન આપી રહી છે.


આ વર્ષે 19 માર્ચે, ચીની એન્કરે કોઈનું નામ લીધા વિના તેની વોલ પર જન્મદિવસની શુભેચ્છા પોસ્ટ કરી હતી. જો કે લોકોને એ જાણવામાં સમય ન હતો લાગ્યો કે, તે કિનને શુભકામના પાઠવી રહી છે કારણો તે જગ જાહેર હતું કે  ક્વિનનો જન્મ 19 માર્ચ, 1966ના રોજ થયો હતો.


આ સિવાય ક્વિન વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કોઈ પણ કારણ આપ્યા વિના ઘણી મહત્વપૂર્ણ મીટિંગમાં ગેરહાજર રહ્યા હતો. તેઓ 1 જૂનના રોજ કેપટાઉનમાં BRICS વિદેશ મંત્રીઓની બેઠકથી દૂર રહ્યા અને તેમના સ્થાને ઉપ વિદેશ મંત્રી મા ઝાઓક્સુ હાજર રહ્યાં હતા. આ સિવાય તેઓ જકાર્તાની બેઠકમાં પણ સામેલ થયા ન હતા. એવુ માનવામાં આવે છે કે,  આ તમામ ઘટનાઓ પાછળ ક્વિનનું અફેર છે.