નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-WHOએ કોરોના વાયરસને લઇને દુનિયાના દેશોને ખાસ ચેતાવણી આપી છે. જેમાં ભારત પણ સામેલ છે. WHOએ કોરોનાની દવા અને તેના ટેસ્ટિંગ અંગે જાણકારી આપતા કહ્યું કે, હજુ વેક્સિન મળવામાં સમય લાગી શકે છે. સોમવારે WHOએ ભારતને ચેતવ્યુ કે વેક્સિનની મજબૂત દાવેદારી છતાં કૉવિડ-19નો પ્રભાવશાળી ઇલાજનો રસ્તો હજુ દુર છે. WHOના પ્રમુખ ટેડ્રોસ અધાનોમે ધેબ્રેયેસસને કહ્યું કે સ્થિતિ હજુ સામાન્ય થવામાં ઘણો સમય નકળી જશે.

WHOએ કહ્યું કે, કોરોના વાયરસ વિરુદ્ધ કેટલીક વેક્સિનનો ટ્રાયલ અને પરિણામ આશા પ્રમાણે રહ્યું છે. કદાચ કૉવિડ-19ના પ્રભાવી ઇલાજની મંજિલ સુધી પહોંચી શકાય છે. દુનિયાની હાલત સામાન્ય થવામાં હજુ બહુજ સમય લાગી શકે છે. WHO પ્રમુખ ટડ્રોસ અઘાનોમ ધેબ્રેયેસસ અને આપાતકાલિન પ્રમુખ માઇક રાયને દુનિયાની સરકારો પર જોર આપ્યુ છે કે તેમને સખત પગલા ભરવા પડશે. માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા અને જરૂર પડ્યે ટેસ્ટ કરાવવા તે ખાસ ઉપાય છે.



જિનેવામાં WHOનાં હેડક્વાર્ટરથી વર્ચ્યૂઅલ ન્યૂઝ બ્રીફિંગ દરમિયાન તેમને કહ્યું કે તમામ લોકો અને સરકારો સુધી આ સંદેશ બહુજ સ્પષ્ટ છે, એટલે દરેક યોગ્ય પગલા ભરો. ઘણીબધી વેક્સિન હાલ ત્રીજા તબક્કામાં ટ્રાયલમાં છે, અને અમને આશા છે કે લોકોને ઇન્ફેક્શનથી બચાવવા માટે બની જશે. પરંતુ હાલના સમયમાં કોરોનાનો કોઇ રામબાણ ઇલાજ નથી, અને કદાચ ક્યારેય થશે પણ નહીં. WHOએ કહ્યું હજુ સ્થિતિ સામાન્ય થવામાં સમય લાગી જશે.