વોશિંગ્ટનઃ ભારતમાં બેનલ થયેલ ચીની એપ ટિકટોકને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ટિકટોક જો અમેરિકામાં 15 સપ્ટેમ્બર સુધી પોતાનો કારોબાર નહીં વેચો તે તેને અહીં પણ બંધ કરવામાં આવશે. આ પહેલા ટ્રમ્પે અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધની વાત કહી હતી. ટ્રમ્પાના આ નિવેદન બાદ અમેરિકામાં ટિકોટનું ભવિષ્ય લગભગ નક્કી થઈ ગયું છે.

હાલમાં જ ટ્રમ્પે ટિકટોક પર પ્રતિબંધની વાત કહી હતી

નોંધનીય છે કે, હાલમાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, તે ટિકટોકને અમેરિકામાં પ્રતિબંધ કરવા પર વિચાર કરી રહ્યા છે. જ્યારે શુક્રવારે અહેવાલ હતા કે દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓમાંથી એક એવી માઈક્રોસોફ્ટ ટિકટોકને ખરીદવા પર વિચાર કરી રહી છે.



અમેરિકામાં ટિકટોકના કારોબાર પર નજર

મીડિયા રિપોર્ટ અનુસાર, માઈક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોકના કારોબારને ખરીદવા પર વિચાર કરી રહ્યું છે. ચીની કંપની બાઇટડાન્સની પ્રોડક્ટ ટિકોટક પર સતત ચીનની સરકારને યૂઝર્સનો ડેટા શેર કરવાનો આરોપ લાગતો રહ્યો છે. એવામાં અમેરિકામાં માઈક્રોસોફ્ટ દ્વારા કંપીને ખરીદવાથી સંભવિત પ્રતિબંધથી કંપની બચી શકે છે. જોકે, હજુ સુધી બન્ને કંપનીઓએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી અને નો તા આ મામલે વાત કરવાની ના પાડી છે.