કોરોનાકાળમાં અનેક લોકોની નોકરી જતી રહી છે. વધતી ખોટને ઓછી કરવા કંપનીએ પણ કર્મચારીઓને છૂટા કર્યા હતા. પરંતુ હવે જેમ જેમ કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે તેમ લોકો બીજી નોકરી શોધી રહ્યા છે. તાજેતરમાં એક રિક્રૂટરે સોશિયલ મીડિયા પર પોતાના ફેંસને ડિગ્રી કે અનુભવ વગર કેવી નોકરી મેળવી શકાય અને કેટલો પગાર મળે તે જણાવ્યું હતું.


કોણ છે આ મહિલા


એલિની પાવલોનિક એક રિક્રૂટર છે. તે લોકોને નોકરી અપાવવામાં મદદ કરે છે. યોર કરિયર સિસ્ટર નામથી તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે અને તેના વીડિયો ટિકટોક તથા ઈન્સ્ટાગ્રામ પર ઘણા શેર થાય છે. વીડિયો દ્વારા તે લોકોને કરિયર સાથે જોડાયેલું કોચિંગ આપે છે અને શ્રેષ્ઠ મોકો શોધવામાં મદદ કરે છે.


સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે વીડિયો


ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ તેણે તાજેતરમાં ટિકટોક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ફોલોઅર્સને ડિગ્રીની જરૂર ન હોય અને વધારે અનુભવ ન હોય તેવી નોકરી અંગે જાણકારી આપી રહી છે. આ નોકરીમાં પૈસા પણ સારા મેળ છે. આવી નોકરીમાં વાર્ષિક 61 લાખ રૂપિયા કે તેથી વધુ પગાર પણ મળે છે.


વીડિયોમાં કઈ નોકરીઓનો કર્યો ઉલ્લેખ


લાઇફ સાયકલ એસેસમેન્ટ કન્સલટન્ટ અંતર્ગત કર્મચારીને કોઈ પણ વસ્તુની ફૂટ પ્રિન્ટની તપાસ કરીને તે કેટલો કાર્બન ઉત્સર્જિત કરે છે તે જોવું પડશે. આ નોકરીમાં સામાન બનાવવાથી લઈને  ગ્રાહક સુધી પહોંચાડવા રસ્તામાં ક્યાં ક્યાં કાર્બન ઉત્સર્જનને ઘટાડી શકાય અને પર્યાવરણ બચાવવામાં મદદ કરી શકાય તે જોવામાં આવે છે. મલ્ટી લિંગુઅલ એનાલિસ્ટ કંપનીનઓને અલગ અલગ દેશોમાં તેની ઓફિસો કે બ્રાંચના મોનિટરમાં મદદ કરે છે. આ ઉપરાંત યુએકસ ડિઝાઈનરની નોકરીનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં ક્રિએટિવની જરૂરિયાત હોય પણ કોઈ ડિગ્રીની જરૂર નથી. એલિનીએ કહ્યું કે આ નોકરીથી વધારે રૂપિયા કમાઈ શકાય છે.


આ નોકરીમાં મળશે 61 લાખ રૂપિયા


આ નોકરીઓ સિવાય એલિનીએ એક એવી નોકરીનો ઉલ્લેખ કર્યો છે જેમાં ન તો ડિગ્રીની જરૂર છે કે ન તો અનુભવ. બે વર્ષના અનુભવી વ્યક્તિ પણ આ નોકરીથી 61 લાખ કરતાં વધારે કમાઈ શકે છે. આ નોકરી છે પ્રોડક્ટ ડેટા એનાલિસ્ટ. ઓ નોકરીમાં લોકોએ કોઈ પણ પ્રોડકટની સફળતાનું મૂલ્યાંકન કરવું પડે છે. એલિની મુજબ હાલ આ નોકરી કરતાં લોકો વધારે નથી. તેથી જે પણ આ ફિલ્ડમાં જાય છે તેને સારા રૂપિયા મળે છે. આ કામ ઓનલાઈન પ્લેટફોર્મ અને એપ્સ દ્વારા કરી શકાય છે.