નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના મહામારીએ ફરી એકવાર માથુ ઉચક્યુ છે. દુનિયાના 218 દેશોમાં કોરોનાએ ફરી એન્ટ્રી કરતા છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં છ લાખથી વધુ નવા કેસો નોંધાયા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6 લાખ 40 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે, વળી 10680 લોકોના મોત થયા છે. છેલ્લા દિવસોમાં અમેરિકામાં સૌથી વધુ મોતો થઇ છે, આ પછી ઇટાલી, બ્રાઝિલ, પોલેન્ડ, ભારત, મેક્સિકો, બ્રિટન, રશિયામાં મોતના સૌથી વધુ કેસો છે.


વર્લ્ડોમીટર વેબસાઇટ અનુસાર, દુનિયામાં અત્યાર સુધી 5 કરોડ 72 લાખ 12 હજાર કોરોના કેસો સામે આવી ચૂક્યા છે. વળી અત્યાર સુદી 13 લાખ 64 હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 3 કરોડ 96 લાખ 95 હજારથી વધુ લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે. 1 કરોડ 61 લાખ 52 હજાર લોકો હજુ પણ કોરોનાથી સંક્રમિત છે, તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

કોરોનાથી પ્રભાવિત ટૉપ 10 દેશ
અમેરિકા- 12,063,759 કેસ, 258,280 મોત
ભારત- 9,004,325 કેસ, 132,202 મોત
બ્રાઝિલ- 5,983,089 કેસ, 168,141 મોત
ફ્રાન્સ- 2,086,288 કેસ, 47,127 મોત
રશિયા- 2,015,608 કેસ, 34,850 મોત
સ્પેન- 1,574,063 કેસ, 42,291 મોત
યૂકે- 1,453,256 કેસ, 53,775 મોત
આર્જેન્ટિના- 1,349,434 કેસ, 36,532 મોત
ઇટાલી- 1,308,528 કેસ, 47,870 મોત
કોલંબિયા- 1,225,490 કેસ, 34,761 મોત