Coronavirus:દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દુનિયામાં અત્યાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2.26 લાખ કેસ સામે આવ્યા છે અને 5388 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર મુજબ, દુનિયામાં એક કરોડ 26 લાખ 15 હજારથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે મૃતકોની સંખ્યા પાંચ લાખ 62 હજારને પાર પહોંચી છે. 73 લાખથી વધુ લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. 47 લાખ 32 હજાર એક્ટિવ કેસ છે.
દુનિયામાં કયા કેટલા કેસ, કેટલા મોત


અમેરિકા હાલ પણ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશની યાદીમાં સૌથી ઉપર છે. અહીં અત્યાર સુધીમાં 33 લાખ લોકો સંક્રમણનો શિકાર થઈ ચૂક્યા છે, જ્યારે એક લાખ 36 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં પણ કોરોનાનો કહેર છે. અહીં અમેરિકાની બરાબર કેસ અને મોત નોંધાઈ રહ્યા છે. બ્રાઝીલમાં કુલ 18 લાખ લોકો વયારસથી સંક્રમિત છે. બ્રાઝીલ બાદ ભારત અને રશિયામાં સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી વધુ ઝડપથી વધી રહી છે.

અમેરિકા: કેસ- 3,291,376, મોત- 136,652
બ્રાઝીલ: કેસ- 1,804,338, મોત- 70,524
ભારત: કેસ- 822,603, મોત- 22,144
રશિયા: કેસ- 713,936, મોત- 11,017
પેરૂ: કેસ- 319,646, મોત- 11,500
ચિલી: કેસ- 309,274, મોત- 6,781
સ્પેન: કેસ- 300,988, મોત- 28,403
યૂકે: કેસ- 288,133, મોત- 44,650
મૈક્સિકો: કેસ- 282,283, મોત- 33,526
ઈરાન: કેસ- 252,720, મોત- 12,447

15 દેશોમાં બે લાખથી વધુ કેસ

બ્રાઝીલ, રશિયા, સ્પેન, યૂકે, ભારત, પેરૂ, ચિલી, ઈટલી, ઈરાન, મૈક્સિકો, પાકિસ્તાન, ટર્કી, સાઉથ અરબ અને સાઉથ આફ્રીકામાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર થઈ છે. જ્યારે જર્મનીમાં પણ 1 લાખ 90 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ભારત દુનિયામાં સૌથી વધુ કેસના મામલે ત્રીજા નંબર પર છે, જ્યારે સૌથી વધુ મોતની યાદીમાં આઠમાં નંબર પર છે.