વર્લ્ડોમીટર અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 2.91 કરોડ લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. તેમાંથી 9.28 લાખે પોતાનો જીવ ગુમાવ્યો છે તો 2.10 કરોડ લોકો સાજા થઈ ગયા છે. સમગ્ર વિશ્વમાં 72 લાખથી વધારે એક્ટિવ કેસ છે એટલે કે હાલમાં આટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
કોરોનાથી સૌથી પ્રભાવિત દેશ
અમેરિકા, બ્રાઝીલ જેવા દેશોમાં કોરોનાના કેસ અને મોતના આંકડામાં ઘટાડો નોંધાયો છે. ભારત જ એકમાત્ર દેશ છે જ્યાં કોરોના મહામારી સૌથી ઝડપથી વધી રહી છે. જોકે કોરોનાના સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 67 લાખથી વધારે લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 31 હજારથી વધારે નવા કેસ આવ્યા છે. જ્યારે બ્રાઝીલમાં 24 કલાકમાં 14 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. વિશ્વમાં કોરોનાના કેસમાં નંબર-2 સ્થાન પર પહોંચેલ ભારતમાં દરરોજ સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.
અમેરિકા: કેસ- 6,708,458, મોત- 198,520
ભારતઃ કેસ- 4,845,003, મોત- 79,754
બ્રાઝીલ: કેસ- 4,330,455, મોત- 131,663
રશિયા: કેસ- 1,062,811, મોત- 18,578
પેરૂ: કેસ- 729,619, મોત- 30,710
કોલંબિયા: કેસ- 716,319, મોત- 22,924
મેક્સિકો: કેસ- 663,973, મોત- 70,604
સાઉથ આફ્રીકાઃ કેસ- 649,793, મોત- 15,447
સ્પેનઃ કેસ- 576,697, મોત- 29,747
અર્જેટીનાઃ કેસ- 555,537, મોત- 11,352
23 દેશોમાં 2 લાખથી વધારે કોરોના સંક્રમિત
વિશ્વના 23 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાકને પાર કરી ગઈ છે. તેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, ઇટલી, જર્મની અને બાંગ્લાદેશ પણ સામેલ છે. વિશ્વમાં 60 ટકા લોકોના જીવ માત્ર છ દેશોમાં જ ગયા છે. આ દેશ છે - અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો, ભારત, બ્રિટેન, ઇટલી, વિશ્વના ચાર દેશો (અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો, ભારત)માં 70 હજારથી વધારે સંક્રમિતોના મોત થાય છે. આ ચાર દેશોમાં કુલ 4.81 લાખ લોકોના જીવ ગયા છે, આ સંખ્યા વિશ્વમાં મોતના કુલ 52 ટકા છે.