World Coronavirus Update: અમેરિકા, બ્રિટન સહિત દુનિયાના અનેક દેશોમાં વેક્સીનેશનનું કામ શરુ થઈ ગયું છે પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 5.54 લાખ નવા કેસ નોંધાયા હતા અને 9,451 સંક્રમિતા દર્દીઓનાા મોત થયા હતા. સંક્રમિતોનો આંકડો આઠ કરોડ 43 લાખને પર પહોંચી ગયો છે. કોરોના વાયરસના ઝપેટમાં આવેલા અત્યાર સુધી 18 લાખ 34 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે, પાંચ કરોડ 96 લાખ લોકો આ ખતરનાક બીમારીથી સાજા પણ થઈ ચૂક્યા છે. કુલ સાડા આઠ કરોડમાંથી હાલ બે કરોડ 28 લાખ લોકો હજુ પણ સંક્રમિત છે.
અમેરિકા સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 65 હજારથી વધુ નવા કેસ નોંધાયા જ્યારે 2112 લોકોના મોત થયા હતા. તેના બાદ ભારતનો નંબર આવે છે. ભારતમાં એક કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 17 હજાર નવા કેસ નોંધાયા હતા. કોરોનાથી ત્રીજો સૌથી પ્રભાવિત દેશ બ્રાઝીલમાં 24 કલાકમાં હજાર નવા કેસ નોંધાયા હતા.
કોરોના પ્રભાવિત ટોપ-10 દેશ
અમેરિકા: કેસ- 20,616,428, મોત- 356,428
ભારત: કેસ- 10,303,409, મોત- 149,205
બ્રાઝીલ: કેસ- 7,700,578, મોત- 195,441
રશિયા : કેસ- 3,186,336, મોત- 57,555
ફ્રાન્સ: કેસ- 2,639,773, મોત- 64,765
ટર્કી: કેસ- 2,220,855, મોત- 21,093
યુકે: કેસ- 2,542,065, મોત-74,621
ઈટાલી: કેસ- 2,129,376, મોત- 68,447
સ્પેન: કેસ- 1,936,718, મોત- 50,837
જર્મની: કેસ- 1,755,937, મોત- 34,388
Coronavirus: દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 5.52 લાખ નવા કેસ નોંધાયા, 9 હજાર લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jan 2021 08:12 AM (IST)
અમેરિકા સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 65 હજારથી વધુ નવા કેસ નોંધાયા જ્યારે 2112 લોકોના મોત થયા હતા.
પ્રતિકાત્મક તસ્વીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -