કોરોના વાયરસના સંક્રમણનો સમગ્ર દુનિયામાં હાહાકાર છે. ઘણા દેશોમાં પરિસ્થિતિ કાબૂ બહાર છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 2.74 લાખ નવા કેસ સામે આવ્યા અને 5 હજાર 879 લોકોના મોત થયા છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 48 લાખ 89 હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 8 લાખ 40 હજાર 439 લોકોના મોત થયા છે. જ્યારે 1 કરોડ 72 લાખ 77 હજાર લોકો સ્વસ્થ થયા છે. દુનિયામાં 67 લાખ 71 હજાર એક્ટિવ કેસ છે.
વર્લ્ડોમીટર મુજબ, કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 61 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 47 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 48 હજાર કેસ નોંધાયા છે. હાલના દિવસોમાં દરરોજના સૌથી વધુ કોરોના વાયરસના કેસ ભારતમાં સામે આવી રહ્યા છે.
અમેરિકા: કેસ- 6,094,555, મોત- 185,873
બ્રાઝીલ: કેસ- 3,812,605, મોત- 119,594
ભારત: કેસ- 3,461,240, મોત- 62,713
રશિયા: કેસ- 980,405, મોત- 16,914
પેરૂ: કેસ- 621,997, મોત- 28,277
સાઉથ આફ્રીકા કેસ - 620,132, મોત- 13,743
કોલંબિયા: કેસ - 590,520, મોત- 18,767
મૈક્સિકો: કેસ- 579,914, મોત- 62,594
સ્પેન: કેસ- 455,621, મોત- 29,011
ચિલી: કેસ- 405,972, મોત- 11,132
6 દેશોમાં પાંચ લાખ લોકોના જીવ ગયા
દુનિયાના 22 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સઉદી અરબ, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. દુનિયામાં 60 ટકા લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશમાં અમેરિકા, બ્રાઝીલ, મૈક્સિકો,ભારત, બ્રિટન, ઈટલી.
દુનિયાભરમાં કાલે 2.74 લાખ કોરોનાના કેસ નોંધાયા, સંક્રમિતોની કુલ સંખ્યા 2.48 કરોડને પાર, 8.40 લાખના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2020 09:26 AM (IST)
દુનિયાભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 48 લાખ 89 હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 8 લાખ 40 હજાર 439 લોકોના મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -