તેમણે કહ્યું, ભવિષ્યમાં થનારા બિનજરૂરી મોતને રોકી શકાય તે માટે માટે અમે નેતાઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરીએ છીએ. સ્કૂલો ફરીથી બંધ ન કરવી પડે અને જરૂરી સ્વાસ્થ્ય સેવાઓને પડી ભાંગતી બચાવી શકાય તે માટે અમે જે તે રાષ્ટ્રના વડાને વિનંતી કરીએ છીએ.
ટેડ્રોસે જણાવ્યું, ઘણા દેશોમાં હાલ સંક્રમણમાં તેજી જોવા મળી રહી છે. હવે હોસ્પિટલો અને આઈસીયુ ફૂલ થઈ રહ્યા છે અથવા ક્ષમતાથી વધારે ભરાઈ રહ્યા છે. હાલ ઓક્ટોબર મહિનો પૂરો થવા આવ્યો છે અને ઠંડીમાં આ સંક્રમણ વધવાની શક્યતા છે.
દેશોએ કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા પગલાં લેવા જોઈએ. ટેસ્ટિંગ વધારીને, સંક્રમિતોના કોન્ટેક્ટ ટ્રેસ કરીને અને વાયરસ સ્પ્રેડના રિસ્કવાળા લોકોને આઇસોલેટ કરીને દેશ લોકડાઉનથી દેશ બચી શકશે.