આગામી 50 વર્ષમાં વિશ્વના ટોચના દેશોની કુલ અર્થવ્યવસ્થા 235 ટ્રિલિયન ડૉલરની હશે, જેમાંથી લગભગ 50 ટ્રિલિયન ડૉલર મુસ્લિમોના હાથમાં હશે. વર્ષ 2075 સુધીમાં ચાર મુસ્લિમ દેશો સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે. ગૉલ્ડમેન સૅક્સે અંદાજ લગાવ્યો છે કે 2075 સુધીમાં વિશ્વની અર્થવ્યવસ્થા કેવી હશે અને કયા દેશો સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે. રિપોર્ટમાં ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, નાઇજીરિયા અને ઇજિપ્તને ટોપ 10 દેશોમાં સામેલ કરવાની આગાહી કરવામાં આવી છે.


રિપોર્ટ અનુસાર 5 દાયકામાં ચારમાંથી બે મુસ્લિમ દેશો ટોપ ફાઈવમાં હશે અને ઈન્ડોનેશિયા સૌથી આગળ હશે. ઈન્ડોનેશિયા ચોથા અને નાઈજીરિયા પાંચમા ક્રમે રહેશે. આ પછી પાકિસ્તાન છઠ્ઠા અને ઈજિપ્ત સાતમા ક્રમે રહેશે. આ સિવાય વર્ષ 2075માં ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડોનેશિયા પછી સૌથી વધુ મુસ્લિમો છે. એટલું જ નહીં, અમેરિકન થિંક ટેન્ક પ્યૂ રિસર્ચનું અનુમાન છે કે વર્ષ 2050 સુધીમાં ભારત સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે.


2075 સુધી કેટલી થઇ જશે ચારેય મુસ્લિમ દેશોની જીડીપી ? 
ઇન્ડોનેશિયા $13.6 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સાથે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે અને હાલમાં દેશ $1.319 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સાથે 16મા નંબરે છે. હાલમાં, નાઈજીરિયા $477 બિલિયનના જીડીપી સાથે 31મા નંબરે છે, પરંતુ 2075 સુધીમાં અહીં મોટો ફેરફાર જોવા મળશે અને તેની અર્થવ્યવસ્થા $13.1 ટ્રિલિયનની હશે. ઈજીપ્ત 32મા નંબર પર છે અને તેની પણ લગભગ 477 અબજ રૂપિયાની ઈકોનોમી છે.


50 વર્ષમાં તે $10.4 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સાથે 32માથી સાતમા સ્થાને જશે. પાકિસ્તાન, જે હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, તે 2075 સુધીમાં 12.3 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. પાકિસ્તાન અત્યારે 377 બિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે 41મા નંબરે છે.


ભારત દુનિયાની બીજી સૌથી વધુ મુસ્લિમ આઝાદી વાળો દેશ 
વિશ્વમાં ઈન્ડોનેશિયા પછી ભારતમાં સૌથી વધુ મુસ્લિમો છે. અહીંની કુલ વસ્તીના 80 ટકાથી વધુ હિન્દુ અને 14 ટકા મુસ્લિમ છે. વિશ્વની 11 ટકા વસ્તી ભારતમાં રહે છે. પ્યૂ રિસર્ચનો અંદાજ છે કે વર્ષ 2050 સુધીમાં ભારત 11.2 ટકા મુસ્લિમ વસ્તી સાથે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે. અહીં મુસ્લિમોની વસ્તી કુલ વસ્તીના 18 ટકા થઈ જશે.


ગૉલ્ડમૅન સૅક્સનો (Goldman Sachs) અંદાજ છે કે વર્ષ 2075 સુધીમાં ભારત 52.5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા સાથે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારત અત્યારે પાંચમા સ્થાને છે.


ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, નાઇઝિરીયા, ઇજીપ્તમાં રહે છે કેટલા મુસલમાન ?
ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવે છે. અહીં કુલ 22 કરોડ 96 લાખ મુસ્લિમો રહે છે. પ્યુ રિસર્ચ અનુસાર, 2050 સુધીમાં આ મુસ્લિમ દેશમાં મુસ્લિમોની વસ્તી 25 કરોડ 68 લાખને વટાવી જશે. અહીં દેશની કુલ વસ્તીના 87.1 ટકા લોકો ઇસ્લામમાં માને છે.


હાલમાં પાકિસ્તાનમાં મુસ્લિમોની વસ્તી 20 કરોડ 4 લાખ 90 હજાર છે. આ સિવાય નાઈજીરિયામાં 10 કરોડ 46 લાખ મુસ્લિમો અને ઈજિપ્તમાં 9 કરોડ 4 લાખ 20 હજાર મુસ્લિમો રહે છે. હાલમાં ખ્રિસ્તી ધર્મ વિશ્વનો સૌથી મોટો ધર્મ છે. વિશ્વમાં તેના અનુયાયીઓની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ પ્યુ રિસર્ચનો અંદાજ છે કે વર્ષ 2075 સુધીમાં ઇસ્લામ ખ્રિસ્તી ધર્મથી આગળ નીકળી જશે અને વિશ્વમાં સૌથી વધુ અનુસરવામાં આવતો ધર્મ બની જશે.


બીજા કયા દેશો હશે સૌથી મોટી અર્થવ્યવસ્થા ?
2075 સુધીમાં ચીન 57 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, અને અમેરિકા, જે હાલમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, ત્રીજા સ્થાને સરકી જશે. અમેરિકાની અર્થવ્યવસ્થા 51.5 ટ્રિલિયન ડોલરની રહેશે. આ સિવાય બ્રાઝિલ 8.7 ટ્રિલિયન ડૉલરની GDP સાથે આઠમા સ્થાને, જર્મની 8.1 ટ્રિલિયન ડૉલર સાથે નવમા સ્થાને અને મેક્સિકો 2075 સુધીમાં 7.6 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા સાથે દસમા સ્થાને હશે.