World War I Artillery Shell Stuck Inside Rectum : શારીરીક સુખ માણવાની ઘેલછા ક્યારેક મુશ્કેલીમાં મુકી શકે છે. કંઈક આવી જ એક ઘટના ફ્રાંસમાં ઘટી હતી. અહીં એક વ્યક્તિ સેક્સની મજા માણવા જતા ભયાનક બોમ્બની ચુંગલમાં ફસાઈ પડ્યો હતો.
થોડા દિવસો પહેલા જ ફ્રાન્સની એક હોસ્પિટલમાં ખૂબ જ વિચિત્ર ઘટના બની હતી. એક 88 વર્ષીય વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચ્યો. તેણે ડોક્ટરોને કહ્યું હતું કે, વિશ્વયુદ્ધનો એક બોમ્બ તેના શરીરમાં ફસાઈ ગયો છે. તેણે પોતાની સમસ્યા જણાવતા જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને હોસ્પિટલને ખાલી કરાવવી પડી હતી. તેણે સ્ટાફને સમજાવ્યું હતું કે, બોમ્બ એક કલેક્શનનો ભાગ હતો અને તેને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. પરંતુ ટુલોન શહેરમાં સેન્ટ મ્યુઝી હોસ્પિટલના સ્ટાફે કેટલાક દર્દીઓને બિલ્ડિંગમાંથી બહાર કાઢવાની ફરજ પાડી હતી અને બોમ્બ સ્ક્વોડને બોલાવી હતી.
સ્થાનિક અખબારને આ બાબતની જાણ કરનાર એક કર્મચારીએ કહ્યું હતું કે, અમે ઘણી વાર શરીરમાં વિચિત્ર વસ્તુઓ જેમ કે સફરજન, કેરી વગેરે ફસાઈ જવાના કિસ્સાઓ જોયા છે... પરંતુ બોમ્બ? ક્યારેય નહીં. આ વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચતા જ ઘણા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને અનેકને સુરક્ષિત જગ્યાએ લઈ જવા પડ્યા હતા. કેટલાક કલાકો માટે હોસ્પિટલમાં આવનાર દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પેટની સર્જરી કરાવવી પડી
અહીં એક વ્યક્તિને સેક્સ દરમિયાન ગુદાના ભાગમાં આ બોમ્બ ફસાઈ ગયો હતો. ત્યાર બાદ સ્થિતિ વિચિત્ર બની ગઈ હતી. અંતે બોમ્બ સ્ક્વોડે હોસ્પિટલમાં આવીને પહેલા તો ખાતરી કરી હતી કે બોમ્બની શું સ્થિતિ છે. આખરે જાણવા મળ્યું હતું કે, તે નિષ્ક્રિય છે અને તેમાં વિસ્ફોટ થવાની કોઈ શક્યતા નથી. ડોકટરોએ સર્જરી કરીને તેને બહાર કાઢ્યો હતો. વૃદ્ધના ગુદામાર્ગમાં ફસાયેલો બોમ્બ કાઢવા માટે ડોક્ટરોએ પેટનું ઓપરેશન કરવું પડ્યું હતું. તેની પહોળાઈ 6 સેમી અને લંબાઈ 20 સેમી હતી. અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિને તેના ભાઈના ઘરેથી બોમ્બ મળ્યો હતો. હાલમાં તેનું ઓપરેશન સફળ રહ્યું છે અને તેની હાલત સ્થિર છે.
બોમ્બમાંથી જાતીય આનંદ લેતો હતો
પ્રથમ વિશ્વયુદ્ધનો આ બોમ્બ 1900ના દાયકાની શરૂઆતમાં ફ્રેન્ચ સૈનિકો દ્વારા ઉપયોગમાં લેવાતા કલેક્શનનો એક ભાગ હતો. અહેવાલો અનુંસર વ્યક્તિ આ બોમ્બનો ઉપયોગ શરીર સુખ (ગુદા મૈથુન) માટે કરી રહ્યો હતો ત્યારે તે તેની અંદર ફસાઈ ગયો હતો. આવો જ એક કિસ્સો ગયા વર્ષે બ્રિટનમાં સામે આવ્યો હતો. કંઈક આવી જ સમસ્યા સાથે એક વ્યક્તિ હોસ્પિટલ પહોંચ્યો હતો. તેના શરીરમાં ફસાયેલો બોમ્બ બીજા વિશ્વયુદ્ધનો હતો.