નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો કેર યથાવત છે, દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. દુનિયાના 212 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 79,875 નવા કેસો સામે આવ્યા છે, અને મરનારાઓની સંખ્યામાં 3,510નો વધારો થયો છે.
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ 42 લાખ લોકો કોરોનાથી સંક્રમિતિ થઇ ચૂક્યા છે, આમાંથી 2 લાખ 83 હજાર 734 લોકોના મોત થઇ ચૂક્યા છે. વળી 14 લાખ 90 હજાર 444 લોકો સંક્રમણથી મુક્ત પણ થયા છે. દુનિયામાં લગભગ 73 ટકા કેસો માત્ર દેસ દેશોમાંથી જ સામે આવ્યા છે. આ દેશોમાં પીડિતોની સંખ્યા લગભગ 30 લાખ છે.
દુનિયાભરમાં કુલ કેસોમાં લગભગ માત્ર એક તૃત્યાંશ કેસો અમેરિકામાંથી નોંધાયા છે, અને લગભગ એક તૃત્યાંશ મોત પણ અમેરિકામાં જ થયા છે. અમેરિકા બાદ યુકેમાં કોરોનાએ સૌથી વધુ કેર વર્તાવ્યો છે.
અમેરિકાઃ કેસ- 1,367,638, મોત- 80,037
સ્પેનઃ કેસ- 264,663, મોત- 26,621
યુકેઃ કેસ- 219,183, મોત- 31,855
ઇટાલીઃ કેસ- 219,070, મોત- 30,560
રશિયાઃ કેસ- 209,688, મોત- 1,915
ફ્રાન્સઃ કેસ- 176,970, મોત- 26,380
જર્મનીઃ કેસ- 171,879, મોત- 7,569
બ્રાઝિલઃ કેસ- 162,699, મોત- 11,123
તુર્કીઃ કેસ- 138,657, મોત- 3,786
ઇરાનઃ કેસ- 107,603, મોત- 6,640
ચીનઃ કેસ- 82,901, મોત- 4,633
દુનિયાભરમાં કોરોનાનો કેર યથાવત, 42 લાખ લોકો સંક્રમિત ને 83 હજારથી વધુના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 May 2020 09:40 AM (IST)
દુનિયાભરમાં કુલ કેસોમાં લગભગ માત્ર એક તૃત્યાંશ કેસો અમેરિકામાંથી નોંધાયા છે, અને લગભગ એક તૃત્યાંશ મોત પણ અમેરિકામાં જ થયા છે. અમેરિકા બાદ યુકેમાં કોરોનાએ સૌથી વધુ કેર વર્તાવ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -