Coronavirus:કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. દુનિયાના 213 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 107706 નવા કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે અને મૃતકોની સંખ્યામાં 5245નો વધારો થયો છે. વર્લ્ડોમીટર મુજબ, દુનિયાભરમાં અત્યાર સુધીમાં 53 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.જેમાંથી 3 લાખ 39 હજાર 418 લોકોના મોત થયા છે. જ્યારે 21 લાખ 56 હજાર 288 લોકો સારવાર લઈ સ્વસ્થ થયા છે. દુનિયાભરના આશરે 75 ટકા કેસ માત્ર 12 દેશમાંથી સામે આવ્યા છે. આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 40 લાખ છે.


દુનિયાભરના કુલ કેસમાંથી આશરે ત્રીજા ભાગના કેસ એકલા અમેરિકામાં સામે આવ્યા છે અને આશરે ત્રીજા ભાગના મોત પણ. અમેરિકા બાદ યૂકેમાં કોરોનાથી સૌથી વધુ અસર છે. અહીં 36393 લોકોના મોત થયા છે, જ્યારે 254195 લોકો કોરોનાથી સંક્રમિત છે.
અમેરિકા : કેસ- 1,645,084, મોત- 97,640
બ્રાઝીલ: કેસ- 330,890, મોત- 21,048
રશિયા: કેસ- 326,448, મોત- 3,249
સ્પેન: કેસ- 281,904, મોત- 28,628
યૂકે: કેસ- 254,195, મોત- 36,393
ઈટલી: કેસ- 228,658, મોત- 228,658
ફ્રાંસ:કેસ- 182,219, મોત- 28,289
જર્મની:કેસ- 179,713, મોત- 8,352
ટર્કી: કેસ- 154,500, મોત- 4,276
ઈરાન: કેસ- 131,652, મોત- 7,300

12 દેશોમાં એક લાખથી વધુ કેસ

રશિયા,બ્રાઝીલ,સ્પેન, યૂકે,ઈટલીમાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર પહોંચી છે. આ સિવાય 6 દેશ એવા છે જ્યા એક લાખથી વધુ કોરોનાના કેસ છે. અમેરિકા સહિત આ 12 દેશોમાં કુલ 40 લાખ કેસ છે. અમેરિકા સિવાય રશિયા અને બ્રાઝીલમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. પાંચ દેશ (અમેરિકા, સ્પેન,ઈટલી,ફ્રાંસ, બ્રિટન)એવા છે, જ્યાં 25 હજારથી વધુ મોત થયા છે. અમેરિકામાં મોતનો આંકડો 97 હજારને પાર પહોંચ્યો છે. ચીન ટોપ-10 સંક્રમિત દેશની યાદીમાંથી બહાર થઈ ગયું છે.