નવી દિલ્હીઃ કોરોના વાયરસ દુનિયાભરમાં પોતાનો કેર વર્તાવી રહ્યો છે, દુનિયાના 213 દેશોમાં ફેલાયેલા કોરોનાએ છેલ્લા 24 દિવસમાં કેર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 29 હજારથી વધુ નવા કેસો નોંધાયા છે, અને મરનારાઓની સંખ્યામાં 5499 લોકોનો વધારો થયો છે.


વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ 66.92 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. આમાંથી 3 લાખ 92 હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે. વળી, 32 લાખ લોકો સંક્રમણથી મુક્ત પણ થયા છે. દુનિયામાં લગભગ 76 ટકા કોરોનાના કેસો માત્ર 14 દેશમાંથી નોંધાયા છે. આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 51 લાખ છે.

કોરોનાએ સૌથી વધુ કેર અમેરિકામાં વર્તાવ્યો છે. અમેરિકામાં 19 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે, એક લાખથી વધુ લોકો મોત પણ થયા છે.

મોટી વાત એ છે કે હવે દરરોજ બ્રાઝિલમાં અમેરિકાથી વધુ કોરોનાના કેસો અને મોત નોંધાઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલામાં 31,890 નવા કેસ અને 1,492 મોતો થયા છે, જ્યારે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 22,104 નવા કેસ નોંધાયા છે અને 1,031 મોત થયા છે. બ્રાઝિલાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, બ્રાઝિલ બાદ રશિયા અને ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી ઝડપથી વધી રહી છે.

બ્રાઝિલ, રશિયા, સ્પેન, યુકે, ઇટાલી, ભારતમાં કોરોના કેસોની સંખ્યા બે લાખને પાર થઇ ચૂકી છે, આ ઉપરાંત સાત દેશ એવા છે જ્યા કોરોનાના કેસો એક લાખને પાર થઇ ગયા છે.