મેડ્રિડઃ સ્પેનમાં સતત બીજા દિવસે કોરોના વાયરસ મહામારીના કારણે કોઈનું મોત થયું નથી. સ્પેનિશ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ, કન્ઝ્યૂમર અફેયર એન્ડ સોશિયલ વેલેફેરને નવા ડેટા જાહેર કરીને આ વાતની જાણકારી આપી હતી. મંત્રાલયે આંકડા જાહેર કરીને કહ્યું, દેશમાં કોવિડ-19 સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 27,127 લોકોના મોત થયા છે. છેલ્લા બે દિવસથી આંકડામાં કોઈ વધારો થયો નથી. જે બાદ આજે સ્પેને મોટો ફેંસલો લીધો હતો.

AFP ન્યૂઝ એજન્સી મુજબે સ્પેને ફ્રાન્સ અને પોર્ટુગલને સાંકળતી જમીન સરહદ ફરી ખોલવાનો નિર્ણય લીધો છે. અહેવાલ મુજબ 22 જૂનથી આ બંને દેશોને જોડતી રોડ સરહદ ફરીથી ખોલવામાં આવશે.


સ્પેનમાં પીસીઆર ટેસ્ટિંગ દ્વારા કોવિડ-19 સંક્રમણના નવા મામલા શોધવામાં આવી રહ્યા છે. આ પરીક્ષણમાં શરીરમાં કોરોના વાયરસ સક્રિય છે કે નહીં તેની ખબર પડે છે.

કોરોના વાયરસ સંક્રમિત દેશોની સંખ્યામાં સ્પેન ટોપ-10માં સામેલ છે. સ્પેનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2.40 લાખને પાર કરી ગઈ છે. જ્યારે 27,128 લોકોના મોત થયા છે અને 1.50 લાખ લોકો સાજા થઈ ગયા છે.