નવી દિલ્હી: ચીનમાં ખતરનાક કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં આ ખતરનાક વાયરસના કારણે 908 લોકોના મોત થયા છે. આ વાયરસની અસર 40 હજાર કરતા વધારે લોકોને થઈ છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે રવિવારે 97 લોકોના મોત થયા છે અને 3062 નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના કુલ 40171 મામલાની પુષ્ટી કરવામાં આવી છે.

રવિવારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે 296 દર્દી ગંભીર રીતે બીમાર થયા, 6484 લોકોની હાલત ગંભીર છે અને 23589 લોકોને વાયરસની અસર હોવાની આશંકા છે. કુલ 3281 લોકોને હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી છે.

આ પહેલા ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે રવિવારે જણાવ્યું કે શનિવારે આ વાયરસના કારણે 89 લોકોના મોત થયા છે અને 2656 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે શનિવારે 600 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.