નવી દિલ્હીઃ વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. ઘરેથી નીકળતા પહેલા લોકોને માસ્ક પહેરાવની સલાહ આપવામાં આવે છે, પંરતુ માસ્ક પહેરવાના નુકસાન પણ છે. ચીનના વુહાન (Wuhan)માં માસ્ક પહેરીને રનિંગ કરી રહેલ એક વ્યક્તિના ફેફ્સા ફાટવાના સમાચાર સામે આવ્યા છે.


ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, વ્યક્તિને આ ઘટના બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ પહેલા પણ 14 વર્ષનો એક યુવક માસ્ક પહેરીને રનિંગ કરી રહ્યો હતો ત્યારે હાર્ટ એટેકથી મોતના સમાચાર સામે આવ્યા હતા. કહેવાય છે કે, ચીનમાં માસ્ક પહેરવાનું ફરજિયાત ન કવાનું કારણ પણ આ જ છે.


ન્યૂયોર્ક પોસ્ટમાં પ્રકાશિત અહેવાલ નુસાર 26 વર્ષનો એક વ્યક્તિ મોઢા પર માસ્ક પહેરીને ત્રણ માઈલ સુધી દોડી ગયો હતો. બાદમાં તેના ફેફ્સા પર અચાનક દબાણ વધી ગયું હતું અને ફેફ્સાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તે વ્યક્તિ અચાનક પાર્કમાં બેભાન થઈને પડી ગયો. ત્યાર બાદ વ્યક્તિને તાત્કાલીક વુહાન સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


નોંધનીય છે કે, તૂટી ગયેલા ફેફ્સાને ન્યુમોથોરેક્સ તરીકે ઓળખવામાં આવે છે. જે ફેફ્સા અને છાતીના ભાગની વચ્ચે જગ્યામાં હવા લિક થવાથી થાય છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને સંભવિત જીવલેણ સમસ્યા ઉભી થાય છે. આરોગ્ય અધિકારીઓ માને છે કે આ માણસના ફેફ્સા ફાટવાનું કારણ દોડતી વખતે માસ્ક પહેર્યો હતો એ છે.


હોસ્પિટલમાં થોરાસિક સર્જરીના વડા ચેન બાઓઝુને જણાવ્યું હતું કે તે વ્યક્તિ તેની ઉંચો અને લાંબો હોવાને કારણે પહેલાથી જ મોથોરેક્સ માટે શંકાસ્પદ હતો.


વુહાનમાં અન્ય બે ઘટનાઓ પણ પહેલા સામે આવી હતી જેમાં જિમમાં માસ્ક પહેરીને વર્કઆઉટ કરતા સમયે એક જ સપ્તાહમાં બે યુવાઓના મોત થયા હતા.


ફેસ માસ્ક પહેરીને વર્ક આઉટ શા માટે ન કરવું જોઈએ


ફેસ માસ્ક પહેરીને ક્યારેય વર્કઆઉટ ન કરવું જોઈએ. જો તમે બહાર કસરત કરતા હોય જેમ કે રનિંગ કે અન્ય કસરત કરતા હો અને તમે સામાજિક અંતરનું પાલન કરો છો તો તમારે માસ્ક પહેરવાની જરૂરત નથી. કારણ કોરના વાયસ એક એક વાયરલ ચેપ છે જે હવામાં હાજર નાના ડ્રોપલેટ દ્વારા પેલાય છે. જો તમે યોગ્ય અંતર જાળવશો તો ચેપ લાગવાનું જોખમ ઓછું રહે છે.


કસરત કરતા સમયે માસ્ક પહેરવું જોખમી સાબિત થઈ શકે છે


ઘમી વખત કસરત કરતા સમયે પણ સુરક્ષા માટે માસ્ક પહેરતા હોય છે. પરતું આ જ માસ્ક ક્યારેક જોખમી પણ સાબિ થઈ શકે છે. કારણ કે કસરત કરતાં સમયે આપણે વધારે શ્વાસ લઈએ છીઅ અને તેના કારણે આપણા ફેફ્સા પર વધારે દબાણ આવે છે. માસ્ક કારણે પૂરતી હવા ફેફ્સા સુધી પહોંચતી નથી જેના કારણે શ્વાસ ચડવો અને થાકનો અનુભવ થાય છે. બીજું જ્યારે તમે લાંબો સમય સુધી માસ્ક પહેરો છો ત્યારે પરસેવાને કારણે માસ્ક ભીનું પણ થઈ જાય છે અને તે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે.


માસ્ક પહેરીને કેવી રીતે કસરત કરશો


જો તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છો અને બહાર માસ્ક વગર વર્કઆઉટ કરવા માગતા નથી તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે જો તમે પહેલાથી જ અસ્થમા કે હૃદય સંબંધિ કોઈ બીમારીનો સામનો કરી રહ્યા છો તો કસરત કરતા સમયે તમારે માસ્ક પહેરવું ન જોઈ. કસરત કરતા સમયે વધારે પડતી કસરત ન કરવી જોઈએ એટલે કે જો તમને થાક લાગે તો તમારે તરત કસરત બંધ કરી દેવી જોઈએ.