ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિક કોરોના વિરૂદ્ધ પોતાની સફળતાને જોતા હવે એચઆઈવી રસીનું હ્યુમન ટ્રાયલ કરવા જઈ રહી છે. આ સપ્તાહથી શરૂ થઈ રહેલ ટ્રાયલના પ્રથમ તબક્કામાં 18-65 વર્ષના 13 એચઆઈવી નેગેટિવ વયસ્કોને સામેલ કરવામાં આવશે કારણ કેત તેમને સંક્રમણ માટે વધારે જોખમી માનવામાં નથી આવતા. આ દરમિયાન શરૂઆતમાં એચઆઈવી રસીનો એક ડોઝ આપવામાં આવશે અને ચાર સપ્તાહ બાદ બીજો એક બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.


વૈજ્ઞાનિક બાદમાં તેમનું બ્લડ સેમ્પલ તેમના ઇમ્યૂન રિસ્પોન્સને મોનિટરિંગ કરવા માટે લેશે અને જાણશે કે શું રસી સુરક્ષિત છે અને એચઆઈવી સંક્રમણ રોકી શકે છે. એચઆઈવીની રસી બનાવવા માટે આ પહેલાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા કારણ કે વાયરસ ઝડપથી બદલાય છે. પરંતુ નવી રસી વાયરસને નિશાન બનાવશે. એચઆઈવી પોઝિટિવ વયસ્કોને બાદમાં ટ્રાયલમાં સામેલ કરવામાં આવશે.


HIV માટે HIVconsvX રસીનું હ્યુમન ટ્રાયલ શરૂ


હ્યુમન ટ્રાયલ યૂરોપીય એડ્સ વેક્સીન પહેલ HIV CORE 0052નો હિસ્સો છે. આ આંતરરાષ્ટ્રીય સ્તર પર સહયોગાત્મક રિસર્ચ પ્રોજેક્ટ છે જેને યૂરોપીય આયોગ ફન્ડિંગ કરે છે. પ્રથમ તબક્કાના હ્યુમન ટ્રાયલના પરિણામ આગામી વર્ષે એપ્રિલમાં આવવાની ધારણ છે, જો પરિણામ સારા રહ્યા તો હ્યુમ ટ્રાયલ મોટા પાયે આગળ કરવામાં આવશે. એચઆઈવી વિરૂદ્ધ નવી રસીનું નામ HIVconsvX રાખવામાં આવ્યું છે. રસીની અસર તપાસ કેન્યા, જોમ્બિયા અને યૂગાંડામાં પણ કરવામાં આવશે, જ્યાં એચઆઈવી સૌથી વ્યાપક છે. એચઆઈવીની મોટાભાગની રસી ઉમેદવારના સેલ્સ દ્વારા ઉત્પન્ન થતી એન્ટીબોડીને પ્રેરિત કરે છે.


કોવિડ-19 રસી બનાવનાર વૈજ્ઞાનિકોનો મોટો નિર્ણય


નવી HIVconsvX રસી ઇમ્યૂન સિસ્ટમના ટી સેલ્સને ટ્રિગર કરે છે, જે શક્તિશાળી છે અને રોગજનકોને નષ્ટ કરે છે. નવી રસી વાયરસના એક એવા ભાગને નિશાન બનાવે છે જે ભાગ્યે જ ક્યારેય બદલાય છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ કહ્યું કે, તેની રસી એઈડ્સ મહામારીને ખત્મ કરવા માટે સારું સમાધાન છે. ઓક્સફોર્ડના જેનર ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ રિસર્ચર પ્રોફેસર ટોમસ હાનકેએ કહ્યું કે, રસી બનાવવામાં 40 વર્ષ થઈ ગયા. આ 40 વર્ષમાં જ્યારથી વાયરસની ખબર પડી, અંદાજે 5 રસીનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. સંશધકોનું કહેવું છે કે, એચઆઈવી વિરૂદ્ધ સુરક્ષા મેળવવી ઘણું પડકારજનક છે અને જરૂરી છે કે આપણે એન્ટીબોડી અને ઇમ્યૂન સિસ્ટમના રક્ષક ટી સેલ્સ બન્નેની સુરક્ષાત્મક ક્ષમતાને મજબૂત કરીએ.