હરારેઃ ઝિમ્બાબ્વેમાં સંસદની ચૂંટણી બાદ થયેલી હિંસામાં 10 લોકોના મોત થયા છે. ઝિમ્બાબેવની રાજધાની હરારેમાં સુરક્ષા દળોએ પ્રદર્શન કરી રહેલા વિપક્ષી જૂથોના સમર્થકો પર ગોળીબાર કર્યો હતો. જેમાં આ લોકોના મોત થયા છે.
સરકારે કહ્યું કે, રાજધાનીમાં સેનાને પોલીસની મદદ માતે તહેનાત કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, પ્રદર્શનકારીઓ પર કાર્રવાઈ કરવામાં આવી છે. વિપક્ષ એમડીસી ગઠભંધને આ સશસ્ત્ર દમનની આલોચના કરી છે. તેમણે આ કાર્યવાહીની તુલના રોબર્ટ મુગાબેના શાસન સાથે કરી છે.
સત્તાધારી પક્ષ જાનું-પીએફએ ચૂંટણીમાં ઘાલમેલ કરી હોવાનો વિપક્ષના ગઠબંઝનનો આરોપ છે. ઝિમ્બાબ્વેમાં સોમવારે જ સંસદની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષને બહુમત મળી છે. હાલ પરિણામોની જાહેરાત થઈ નથી. યુરોપિયન યુનિયને ચૂંટણી પરિણામોમાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી છે.
રાષ્ટ્રપતિ એમર્સન નૈનગાગવાએ બુધવારની હિંસા માટે વિપક્ષના ગઠબંધનને જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી પ્રક્રિયાને અવરોધવા માટેનું કાવતરું છે. તેમણે લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.
હરારેમાં સવારથી જ એમડીસી ગઠબંધનના સમર્થકો અનેક જગ્યાએ એકત્ર થઈ ગયા હતા. જાનુ-પીએફની જીતના સમાચાર આવતાં જ રાજધાનીમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. તોફાનીઓ પર કાબુ મેળવવા પોલીસે તેમના પર ટિયર ગેસ, વોટર કેનનનો મારો ચલાવ્યો હતો, પરંતુ તેમ છતાં તોફાનીઓ શાંત ન પડતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું.