X Twitter યુઝર્સે માટે એલન મસ્કે કરી મહત્વની જાહેરાત, હવે આ ફીચર્સની મળશે સુવિધા, જાણો શું થશે ફાયદા

એલન મસ્ક તેમના એક્સ જે પહેલા ટ્વીટર હતુ તેમાં મોટા બદલાવ લાવી રહ્યું છે. ખાસ કરીને પત્રકારો માટે પણ તે વિશેષ સુવિધા આપશે. જાણીએ શું છે નવા ફીચર્સ

Continues below advertisement

Twitter Update: ટ્વીટર પર પેડ યુઝર્સ હવે  ટાઈમલાઈનથી વીડિયોને કેમેરા રોલમાં સેવ કરી શકે છે. પેડ યુઝર્સ હવે 3 કલાક સુધીનો વીડિયો પણ આ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શકશે.

Continues below advertisement

એલન મસ્ક ને પેડ યુઝર્સને વધુ એક નવી  સુવિધા આપી છે. પેડ લોકો હવે 3 કલાકનો લાંબો વીડિયો એક્સ પર અપલોડ કરી શકે છે. યુઝર્સ 1080p માં 2 કલાક સુધીની વીડિયો  અને 720p માં 3 કલાક સુધીની વિડિઓઝ પોસ્ટ કરી શકે છે. આ ઉપરાંત દરેક વ્યક્તિ તમારી ટાઈમલાઈન પર વીડિયોને ગેલેરીમાં પોસ્ટ પણ કરી શકે છે. જો તમે ઈચ્છો છો કે તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયો  ડાઉનલોડ ન કરે તો તેના માટે ડાઉનલોડ કરવાના ઓપ્શન ડિસેબલ અથવા અનેબલ કરવાના વિકલ્પો છે.

ટીવી પર લાંબા વીડિયો પણ જોઈ શકશે

આ સિવાય Elon Muskએ પેઇડ યુઝર્સને AirPlayની સુવિધા પણ  આપી છે. આ અંતર્ગત યુઝર્સ સ્માર્ટ ટીવીમાં વીડિયો પણ પ્લે કરી શકશે. આ ફીચર લાંબા વીડિયો જોવા માટે ફાયદાકારક છે. X પ્રીમિયમ યુઝર્સને લોકપ્રિય વિડિઓઝ માટે પિક્ચર-ઇન-પિક્ચર અને ઓટો કૅપ્શન માટે પણ સપોર્ટ મળશે. મસ્કએ એન્ડ્રોઇડ અને iOS ઉપકરણો પરના વપરાશકર્તાઓ માટે ઇમર્સિવ વિડિયો પ્લેયર્સને  સપોર્ટ  આપ્યું છે.

મસ્કે પત્રકારો માટે આ વાત કહી

મંગળવારે મસ્કએ X પર એક પોસ્ટ કરી જેમાં તેમણે પત્રકારોને તેમના લેખો સીધા X પર લખવા કહ્યું જેથી તેઓ વધુ પૈસા કમાઈ શકે. તેમણે લખ્યું કે અહીં પત્રકારો કોઈપણ દબાણ વગર મુક્તપણે લખી શકે છે. જુલાઈની શરૂઆતમાં, એલોન મસ્કએ જાહેરાતોની આવક નિર્માતાઓ સાથે શેર કરવાની વાત કરી હતી. આ પછી તેણે આ પ્રોગ્રામને વૈશ્વિક સ્તરે લોન્ચ કર્યો. હવે મસ્ક ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન અને અન્ય કંપનીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કહી રહ્યા છે.

આ  પણ વાંચો

Chandrayaan 3: ચંદ્રયાન-3 માટે આગામી 13થી 14 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ, જાણો કેમ?

Rajkot: સૌરાષ્ટ્ર ભાજપના કયા દિગ્ગજ નેતાને સી.આર.પાટીલે ફટકારી શિસ્તભંગની નોટિસ ? જાણો શું છે મામલો

IPOs Next Week: રૂપિયા રોકવા રહો તૈયાર, આગામી સપ્તાહે આવી રહ્યા છે આ કંપનીના આઈપીઓ

Cashew Effect: કાજુનું સેવન વજન વધારતું નથી પરંતુ ઘટાડે છે બસ આ રીતે કરો સેવન

 

 

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola