2021નુ વર્ષ અક્ષય કુમારના ફેન્સ માટે રહેશે ખાસ, એક-બે નહીં પરંતુ 8 ફિલ્મો થશે રિલીઝ, જુઓ લિસ્ટ......
મુંબઇઃ વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે બૉલીવુડની કેટલીય ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ નથી થઇ શકી. આજકાલ ફેન્સ પોતાના ફેવરેટ સ્ટારની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર જોઇ રહ્યાં છે. દર વર્ષ ત્રણ ફિલ્મો કરનાર બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર પોતાની કૉમેડી ફિલ્મ લક્ષ્મીમાં દેખાયો હતો, વર્ષ 2020માં અક્ષય કુમારની એક જ ફિલ્મ રિલીઝ થઇ શકી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી અક્ષય કુમારની ફિલ્મ બેલ બૉટમ એપ્રિલમાં રિલીઝ થશે. આ ઉપરાંત અક્ષય કુમારની બચ્ચન પાંડે પણ રિલીઝ થવાની છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ 22 જાન્યુઆરીએ રિલીઝ થઇ શકે છે. આ પછી રક્ષાબંધનના નામથી એક ફિલ્મ રિલીઝ થશે, આ નવેમ્બરમાં રિલીઝ થઇ શકે છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
મીડિયા રિપોર્ટ પ્રમાણે અક્ષય કુમાર ફિલ્મ હેરાફેરીનો ત્રીજા ભાગમાં પણ દેખાશે. આ ફિલ્મ પણ વર્ષ 2021માં રિલીઝ થશે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
આગામી વર્ષ 2021માં અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થશે, ફિલ્મમાં અક્ષય કેટરિના કૈફ હશે. આ પછી વેલેન્ટાઇન ડેના તહેવારે અતરંગી ફિલ્મ રિલીઝ થશે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
અક્ષય કુમારના ફેન્સ માટે એક ખુશખબર છે, અક્ષય કુમાર આ વર્ષે એટલે કે 2021માં એક, બે કે ત્રણ નહીં પણ આઠ ફિલ્મો લઇને આવવાનો છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
આ પછી દિવાળીના તહેવાર પર પૃથ્વીરાજ ફિલ્મ રિલીઝ થવાની છે. આ પછી અક્ષય કુમાર રામ સેતુ ફિલ્મમાં પણ દેખાશે. આ ફિલ્મનુ શૂટિંગ 2021માં જ શરૂ થવાનુ છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
- - - - - - - - - Advertisement - - - - - - - - -