ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિથી ઉભો પાક ડૂબી ગયો, સર્વે કરી વળતર ચૂકવવા માગ
Heavy rain impact on Gujarat farming: સુરેન્દ્રનગર જિલ્લામાં બાજરી, જુવાર, મકાઈ, કપાસ, મગફળી અને તલ જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર ડ્રોનની મદદથી સર્વે કરાવીને પાક નુકસાનીનું વળતર ચૂકવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા રહેવાથી કપાસ, તલ, મગફળી અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
પાટણ જિલ્લામાં પણ આવી જ સ્થિતિ છે. શરૂઆતમાં અહીં વરસાદ ખેંચાયો હતો, પરંતુ પછી ધોધમાર વરસાદ થયો. પરિણામે, ખેતરો જળમગ્ન થઈ ગયા છે.
બાજરી, જુવાર, કઠોળ, કપાસ અને પશુઓ માટેનો ઘાસચારો પણ પાણીમાં ડૂબી ગયો છે. ખેડૂતોએ જણાવ્યું કે તેમણે વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે હવે વ્યર્થ ગયો છે.
ત્રણેય જિલ્લાઓના ખેડૂતોની એક સમાન માગણી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવીને તેમને યોગ્ય વળતર ચૂકવે.
આ પરિસ્થિતિમાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે, કારણ કે તેમની આજીવિકાનો મુખ્ય સ્રોત ગંભીર રીતે પ્રભાવિત થયો છે.