PM Kisan Yojana: આ ખેડૂતોના ખાતામાં નહી આવે પીએમ કિસાન યોજનાના પૈસા, અહી જાણો અપડેટ
PM Kisan Yojana: PM કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, આ નાણાં ત્રણ હપ્તામાં બહાર પાડવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિનો આ વર્ષનો પહેલો હપ્તો રિલીઝ થવાનો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાંથી આજે ખેડૂતોના બેન્ક એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશભરના કરોડો ખેડૂતો લાંબા સમયથી પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા.
સરકારના જણાવ્યા અનુસાર પીએમ કિસાન યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
ઇ-કેવાયસી પછી ઘણા એવા ખેડૂતોની પણ ઓળખ કરવામાં આવી છે જેમાં એક જ પરિવારના ઘણા લોકો આ યોજના હેઠળ નોંધાયેલા હતા. આવા ખેડૂતોના ખાતામાં પણ આ રકમ જમા કરવામાં આવશે નહીં.
જે ખેડૂતોએ તેમના ખાતાનું ઈ-કેવાયસી કરાવ્યું નથી આ યોજના હેઠળ તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે નહીં.
આ યોજનાના પૈસા એવા ખેડૂતોના ખાતામાં નહીં આવે જેમના બેન્ક ખાતા, નામ કે દસ્તાવેજોમાં કોઈ પ્રકારની વિસંગતતા હશે.