ખેડૂતોના ખાતામાં આજે આવશે પીએમ કિસાન યોજનાના પૈસા, આ રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો ટ્રાન્સફર કરશે. આ વખતે પીએમ ઉત્તર પ્રદેશના વારાણસીથી ખેડૂતોના ખાતામાંથી આ હપ્તો જાહેર કરશે.

પ્રતિકાત્મક તસવીર

1/5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો ટ્રાન્સફર કરશે. આ વખતે પીએમ ઉત્તર પ્રદેશના વારાણસીથી ખેડૂતોના ખાતામાંથી આ હપ્તો જાહેર કરશે.
2/5
આ યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડૂત ભાઈઓ આ પૈસાનો ઉપયોગ તેમની ખેતીમાં કરે છે. વડાપ્રધાન મોદી આવતીકાલે 9.26 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને હપ્તા તરીકે 20,000 કરોડ જાહેર કરશે. દર ચાર મહિને હપ્તા બહાર પાડવામાં આવે છે. પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે.
3/5
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોના જમીનના રેકોર્ડની નોંધણી, બેન્ક ખાતાઓની આધાર સીડીંગ અને પીએમ કિસાન પોર્ટલ પર ઇકેવાયસીનું કામ કરાવવું જરૂરી છે. પીએમ કિસાન યોજના નોંધણી સ્થિતિ પણ તપાસો.
4/5
PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો આવે ત્યારે આ રીતે તમે સ્ટેટસ ચેક કરી શકો છો. સૌ પ્રથમ ખેડૂતોએ PM-Kisan ના સત્તાવાર પોર્ટલમાં લોગ ઇન કરવા માટે pmkisan.gov.in પર જવું પડશે. પછી કિસાન હોમપેજ પર 'કિસાન કોર્નર' સેક્શનમાં જાવ. હવે ખેડૂત નવા પેજ પર'લાભાર્થી સ્ટેટ્સ' વિકલ્પ પર ક્લિક કરો.
5/5
આ પછી ઉમેદવારે તેના આધાર નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર જેવી જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે. પછી ખેડૂત 'Get Report' પર ક્લિક કરો. આ પછી તમને ખેડૂતની અરજી અને પેમેન્ટનું સ્ટેટસ દેખાશે.
Sponsored Links by Taboola