ખેડૂતો માટે મહત્વના સમાચાર: PM કિસાન યોજનાનો ૨૦મો હપ્તો આ ખેડૂતોના ખાતામાં નહીં આવે, આ ભૂલો કરનારાઓને નહીં મળે ₹૨૦૦૦!

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક ₹૬૦૦૦ ની સહાય eKYC અપડેટ ફરજિયાત, લાભાર્થી યાદીમાં નામ તપાસવું જરૂરી ખોટી બેંક વિગતો કે આધાર લિંક ન હોવાથી હપ્તા રોકાઈ શકે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક ₹૬૦૦૦ ની સહાય eKYC અપડેટ ફરજિયાત, લાભાર્થી યાદીમાં નામ તપાસવું જરૂરી ખોટી બેંક વિગતો કે આધાર લિંક ન હોવાથી હપ્તા રોકાઈ શકે છે.

PM Kisan 20th installment 2025: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વાર્ષિક ₹૬૦૦૦ ની નાણાકીય સહાયનો ૨૦મો હપ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની સંભાવના છે. જોકે, સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ એપ્રિલ-જુલાઈના ગાળાનો આ હપ્તો જૂનના કોઈપણ સપ્તાહમાં આવી શકે છે. આ હપ્તો પ્રાપ્ત થાય તે પહેલાં ખેડૂતોએ કેટલીક મહત્વપૂર્ણ બાબતો સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે, અન્યથા તેમના ખાતામાં ₹૨૦૦૦ ની રકમ જમા નહીં થાય.

Sponsored Links by Taboola