PM Kisan: ખેડૂતો માટે ખુશખબર! ફેબ્રુઆરીમાં આ તારીખે આવશે 22મો હપ્તો? બજેટ પહેલા મળી શકે છે ભેટ
ખેડૂતો માટે મહત્વના સમાચાર: ફેબ્રુઆરીમાં હપ્તો જારી થવાની શક્યતા શું સરકાર વાર્ષિક ₹6,000 ની સહાય વધારશે? e KYC વગર અટકી શકે છે પૈસા, જાણો પ્રક્રિયા.

દેશભરના કરોડો ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાના 22મા હપ્તાને લઈને મહત્વની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
1/5
ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વર્ષ 2026 ના સામાન્ય બજેટ (Union Budget) પહેલા તેમના ખાતામાં ₹2,000 નો હપ્તો જમા થશે? કેન્દ્ર સરકારની આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ અત્યાર સુધીમાં 21 હપ્તા સફળતાપૂર્વક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે આગામી હપ્તાની સમયરેખા અને બજેટમાં રકમ વધવાની અટકળો પર સૌની નજર મંડાયેલી છે.
2/5
મીડિયા રિપોર્ટ્સ અને ગત વર્ષોના ટ્રેન્ડ મુજબ, પીએમ કિસાન યોજનાનો હપ્તો સામાન્ય રીતે દર ચાર મહિને જારી કરવામાં આવે છે. અગાઉના રેકોર્ડ પર નજર કરીએ તો, ગત વર્ષે 19મો હપ્તો 24 February, 2025 ના રોજ જારી કરવામાં આવ્યો હતો. આ ગણતરી મુજબ, ફેબ્રુઆરી મહિનો આગામી 22મા હપ્તા માટે પ્રબળ માનવામાં આવે છે.
3/5
જોકે, સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ (Official Date) જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવી પ્રબળ શક્યતા છે કે બજેટ સત્ર બાદ અથવા ફેબ્રુઆરીના અંત સુધીમાં આ રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. બીજી તરફ, ખેડૂતોને આશા છે કે 1 February ના રોજ રજૂ થનારા બજેટમાં નાણામંત્રી વાર્ષિક ₹6,000 ની સહાયમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે, જોકે આ માટે બજેટ ભાષણની રાહ જોવી પડશે.
4/5
યોજનાનો લાભ અવિરત મેળવવા માટે સરકારે e KYC (ઈ કેવાયસી) ફરજિયાત બનાવ્યું છે. જો કોઈ ખેડૂતે હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તો તેમનો હપ્તો અટકી શકે છે. ખેડૂતો ઘરે બેઠા pmkisan.gov.in પોર્ટલ પર જઈને OTP દ્વારા અથવા નજીકના CSC સેન્ટર પર જઈને બાયોમેટ્રિક પદ્ધતિથી e KYC કરાવી શકે છે.
5/5
આ ઉપરાંત, પતિ પત્ની બંનેએ લાભ લેવો અથવા આવકવેરો ભરતા ખેડૂતોએ લાભ લેવો તે નિયમોનું ઉલ્લંઘન છે. આવા કિસ્સામાં સરકાર રિકવરી કરી શકે છે. જો પૈસા જમા ન થાય તો ખેડૂતો હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800115526 પર સંપર્ક કરી શકે છે. ખેડૂતો 011 23381092 પર સીધો કોલ કરીને અથવા pmkisan ict@gov.in પર ઈમેલ કરીને પણ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
Published at : 19 Jan 2026 04:21 PM (IST)