પીએમ કિસાન યોજના: ₹2,000 નો 22 મો હપ્તો અટકી શકે છે, નાણાં મેળવવા આજે જ પૂર્ણ કરો આ કામ

ખેડૂત સાવધાન: ફેબ્રુઆરી 2026 માં રિલીઝ થનારા હપ્તા પહેલા ફાર્મર રજિસ્ટ્રી (Farmer Registry) કરાવી લેવી ફરજિયાત જાણો ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ વિગત.

ખેડૂત સાવધાન: ફેબ્રુઆરી 2026 માં રિલીઝ થનારા હપ્તા પહેલા ફાર્મર રજિસ્ટ્રી (Farmer Registry) કરાવી લેવી ફરજિયાત જાણો ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ વિગત.

ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહત્વાકાંક્ષી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના' (PM Kisan) ના 22nd હપ્તાની રાહ જોઈ રહેલા લાખો ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફેબ્રુઆરી 2026 માં આગામી હપ્તો ખાતામાં જમા થાય તે પહેલાં, સરકારે ખેડૂત નોંધણી (Farmer Registry) અને ડેટા વેરિફિકેશન પ્રક્રિયાને વધુ ચુસ્ત બનાવી છે. જો પાત્ર ખેડૂતો સમયસર પોતાની સત્તાવાર નોંધણી પૂર્ણ નહીં કરે, તો તેમના બેંક ખાતામાં જમા થનારા ₹2,000 અટકી શકે છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ વચેટિયાઓને દૂર કરી સીધા સાચા ખેડૂતો સુધી આર્થિક સહાય પહોંચાડવાનો છે.

Sponsored Links by Taboola