પીએમ કિસાન 23મો હપ્તો: ખેડૂતો આ 3 ભૂલો તરત જ સુધારી લે, નહીંતર ₹2000 નો હપ્તો અટવાઈ જશે
30 જૂન, 2026 સુધીમાં e-KYC કરાવવું ફરજિયાત બેંક ખાતા સાથે આધાર લિંક અને જમીન સીડિંગ નહીં હોય તો ખાતામાં પૈસા નહીં આવે.

દેશભરના લાખો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ (PM-KISAN) ના 23મા હપ્તાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો, તો તમારા માટે એક બહુ જ અગત્યના સમાચાર છે.
1/6
સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ₹2000 નો હપ્તો જમા કરવા જઈ રહી છે, પરંતુ જો તમે 3 ખાસ કામ પૂરા નહીં કર્યા હોય, તો તમારો આ હપ્તો અટકી શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે 30 જૂન, 2026 સુધીમાં વાર્ષિક e-KYC કરવું તમામ ખેડૂતો માટે ફરજિયાત છે. ચાલો વિગતે જાણીએ કે કઈ 3 ભૂલોના કારણે તમારા પૈસા ફસાઈ શકે છે અને તેને કેવી રીતે સુધારવી.
2/6
અગાઉ આવેલા હપ્તાઓના સમયગાળાને જોઈએ તો, એવો અંદાજ છે કે સરકાર જૂન અથવા જુલાઈ 2026 ના પહેલા અઠવાડિયામાં આ 23મો હપ્તો જાહેર કરી શકે છે. સરકારના આ પગલાંથી દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને સીધો આર્થિક લાભ મળશે.
3/6
1. e-KYC ન કરાવવું: સૌથી પહેલી અને મોટી શરત છે e-KYC. સરકારે ચોખ્ખી ના પાડી દીધી છે કે e-KYC વગર કોઈપણ ખેડૂતના ખાતામાં પૈસા જમા નહીં થાય. આથી, રાહ જોયા વગર પીએમ કિસાન પોર્ટલ પર જઈને અથવા તો તમારા નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) પર જઈને બાયોમેટ્રિક દ્વારા આ કામ ફટાફટ પતાવી લો.
4/6
2. જમીન સીડિંગ (Land Seeding) બાકી હોવું: બીજી ભૂલ જે ઘણા ખેડૂતો કરે છે તે છે જમીનની ભૌતિક ચકાસણી ન કરાવવી. અગાઉ ઘણા રાજ્યોમાં હજારો ખેડૂતોના હપ્તા એટલા માટે જ અટકી ગયા હતા કારણ કે તેમના જમીનના દસ્તાવેજોનું વેરિફિકેશન (જમીન સીડિંગ) બાકી હતું. તમારે તમારા વિસ્તારના તલાટી, પટવારી અથવા મામલતદાર કચેરીએ જઈને ખાતરી કરવી પડશે કે પોર્ટલ પર તમારું જમીન સીડિંગ "Yes" (હા) બતાવે છે કે નહીં.
5/6
3. આધાર-બેંક એકાઉન્ટ લિંક ન હોવું: ત્રીજી અને સૌથી મહત્વની બાબત છે બેંક ખાતા સાથે આધાર કાર્ડનું લિંક હોવું. પીએમ કિસાનના પૈસા હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા આધાર-સીડેડ ખાતામાં જ મોકલવામાં આવે છે. એટલે કે, તમારું બેંક એકાઉન્ટ ચાલુ હોવું જોઈએ અને તે આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે. જો આમ નહીં હોય તો તમારા પૈસાનું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જશે.
6/6
તમને આગામી હપ્તો મળશે કે નહીં તે ચેક કરવું સાવ સહેલું છે. સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ. ત્યાં 'Beneficiary List' (લાભાર્થીઓની યાદી) વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારું રાજ્ય, જિલ્લો અને ગામ પસંદ કરો. જો આ લિસ્ટમાં તમારું નામ દેખાય છે, તો સમજી લેજો કે તમે 23મો હપ્તો મેળવવા માટે સંપૂર્ણપણે લાયક છો.
Published at : 12 May 2026 06:03 PM (IST)