પીએમ કિસાન યોજના: આ દિવસે ખાતામાં આવશે ₹2,000, સરકારે જાહેર કરી તારીખ!
સરકારે 23મા હપ્તાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જો તમારું e-KYC બાકી હશે તો પૈસા અટકી શકે છે. 20 જૂને તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં તે ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ વિગત જાણો.
Continues below advertisement

દેશભરના લાખો ખેડૂતો માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર છે. જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan) ના 23મા હપ્તાની તારીખ હવે સરકારે સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. આગામી 20 જૂન, 2026 ના રોજ પાત્રતા ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં સીધા ₹2,000 ટ્રાન્સફર કરવામાં આવશે.
Continues below advertisement
1/6
આ રકમથી ખેડૂતોને ખેતીના ખર્ચ અને ઘરની જરૂરિયાતો પહોંચી વળવા માટે મોટી આર્થિક મદદ મળશે. જોકે, અમુક ભૂલોના કારણે કેટલાક ખેડૂતોના પૈસા અટકી પણ શકે છે. ચાલો વિગતવાર જાણીએ આ હપ્તો ક્યારે આવશે, કોને મળશે અને તમારું લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરવું.
2/6
પીએમ કિસાન યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પરથી માહિતી આપવામાં આવી છે કે યોજનાનો 23મો હપ્તો 20 જૂન, 2026 ના રોજ બહાર પાડવામાં આવશે. અગાઉ ખેડૂતોમાં એવી ચર્ચા હતી કે કદાચ જૂનના અંત સુધીમાં પૈસા આવશે, પણ હવે તારીખ એકદમ ફિક્સ થઈ ગઈ છે. આ દિવસે ₹2,000 સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ જશે.
3/6
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત 24 ફેબ્રુઆરી, 2019 ના રોજ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂતોને સરકાર તરફથી વર્ષે કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં સીધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં સફળતાપૂર્વક 22 હપ્તા જમા થઈ ચૂક્યા છે અને હવે આ 23મા હપ્તાનો વારો છે.
4/6
દર વખતની જેમ આ વખતે પણ એવા ખેડૂતોના પૈસા ખાતામાં નહીં આવે જેમણે જરૂરી ઔપચારિકતાઓ (ડોક્યુમેન્ટનું કામ) પૂરી કરી નથી. દાખલા તરીકે, જો તમારું e-KYC અધૂરું હશે અથવા તો ખેડૂત આઈડીમાં કોઈ કચાશ હશે તો હપ્તો અટકી શકે છે. આ ઉપરાંત, જો ફોર્મમાં બેંક ખાતાનો નંબર અથવા IFSC કોડ ખોટો લખાયો હશે, તો પણ પૈસા તમારા ખાતા સુધી પહોંચવામાં મુશ્કેલી પડશે.
5/6
જો તમારે જાણવું હોય કે 20 જૂને તમારા ખાતામાં 2,000 રૂપિયા આવશે કે નહીં, તો તમે ઘરે બેઠા જ ઓનલાઈન ચેક કરી શકો છો. આ માટે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો: સૌથી પહેલા PM કિસાનની સત્તાવાર વેબસાઇટ (pmkisan.gov.in) પર જાવ. ત્યાં 'Farmers Corner' (ખેડૂત કોર્નર) સેક્શનમાં જઈને 'Know Your Status' (તમારું સ્ટેટસ જાણો) વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારો રજીસ્ટ્રેશન નંબર અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ નાખો. અહીં તમને જોવા મળી જશે કે તમારું e-KYC, આધાર-બેંક સીડિંગ અને લેન્ડ સીડિંગ (જમીનની નોંધણી) પૂરી થઈ છે કે નહીં.
Continues below advertisement
6/6
નોંધ: જો અગાઉ કોઈ કારણસર તમારો હપ્તો અટકી ગયો હોય અને હવે તમે બેંક કે આધારની બધી જ પ્રક્રિયા પૂરી કરી લીધી હોય, તો આગામી સમયમાં તમને યોજનાનો લાભ ફરીથી મળવા લાગશે. કેટલાક કિસ્સાઓમાં, બધી ચકાસણી પૂરી થયા પછી જૂના અટકેલા હપ્તા પણ એકસાથે મળી જતા હોય છે.
Published at : 16 Jun 2026 05:31 PM (IST)