શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
આ માટે તમે PM કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકો છો. જ્યાં તમને યોજના સાથે સંબંધિત દરેક સમસ્યાનું સમાધાન મળી જશે. તમારી સ્થિતિ જણાવતા એક મેઈલ pmkisan ict@gov.in અથવા pmkisan funds@gov.in પર મોકલો. કોઈ પ્રતિનિધિ સાથે સીધી વાત કરવા માટે તમે હેલ્પલાઈન નંબર 011-24300606 અથવા 155261 પર કૉલ કરી શકો છો. ટોલ ફ્રી વિકલ્પ માટે PM કિસાન ટીમ સાથે જોડાવા માટે 1800 115 526 ડાયલ કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે 18મો હપ્તો માત્ર તે ખેડૂતોને જ મળશે જેમણે KYC (PM Kisan KYC) કરાવ્યું હશે. યોજનાનો લાભ લેવા માટે KYC કરાવવું પણ સરકારે ફરજિયાત કરી દીધું છે. આ યોજનામાં ગેરરીતિ રોકવા માટે આમ કરવામાં આવ્યું છે. ખેડૂતો ઘરે બેઠા OTP દ્વારા અને કૉમન સર્વિસ સેન્ટર પર જઈને આ જરૂરી કામ પૂરું કરી શકે છે.
સૌ પ્રથમ PM કિસાન યોજનાના અધિકૃત પોર્ટલ pmkisan.gov.in પર જાઓ. હવે 'Know Your Status' વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ એક નવી વિન્ડો ખુલશે. હવે PM કિસાન સમ્માન નિધિ યોજનાનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે. ત્યારબાદ તમારે Get OTP પર ક્લિક કરવું પડશે. OTP દાખલ કરતાં જ તમારું સ્ટેટસ દેખાશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂતોની આર્થિક મદદ માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે. આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર ચાર મહિને 2,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.
ખેડૂતોને એક વર્ષમાં કુલ 6,000 રૂપિયા મળે છે, જે સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવક વધારવાનો અને તેમને ખેતીની પ્રવૃત્તિઓમાં મદદ કરવાનો છે.