PM Kisanના 18મા હપ્તા અગાઉ ફટાફટ કરી લો e-KYC, જાણો તેની સંપૂર્ણ પ્રક્રિયા?
ભારત સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ પર ભાર આપી રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) શરૂ કરી હતી. આ યોજનાનો લાભ કરોડો ખેડૂતોને મળી રહ્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા આવે છે. આ રકમ હપ્તામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડૂતોને વર્ષમાં 3 હપ્તા મળે છે. ખેડૂતોને દરેક હપ્તામાં 2,000 રૂપિયા મળે છે. અત્યાર સુધીમાં સરકારે આ યોજના હેઠળ 17 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલ્યા છે. હવે ખેડૂતો યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે (PM Kisan 18th Installment) 12 કરોડથી વધુ ખેડૂતોને 18મા હપ્તાનો લાભ મળશે.
પીએમ કિસાન યોજનાના દરેક હપ્તા ચાર મહિના પછી આપવામાં આવે છે. આ વર્ષે જૂન 2024માં ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો આવ્યો. હવે 18મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જૂન પછીના ચાર મહિનામાં એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આવી શકે છે.
જોકે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે નવેમ્બર 2024માં ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો આવશે. પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પીએમ કિસાન યોજનાનો લાભ એ ખેડૂતોને મળશે જેમણે ઈ-કેવાયસી કર્યું છે. સરકારે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. ખેડૂતો ઓનલાઈન અને ઓફલાઈન ઈ-કેવાયસી કરાવી શકે છે. જો તમે હજુ સુધી e-KYC નથી કર્યું તો તમારે આ કામ શક્ય તેટલું જલ્દી પૂરું કરવું જોઈએ. જો તમે ઇ-કેવાયસી નહીં કરાવો તો તમને હપ્તાની રકમ મળશે નહીં.
ઇ કેવાયસી કરવા માટે તમારે PM કિસાનના સત્તાવાર પોર્ટલ (pmkisan.gov.in) પર જવું પડશે. આ પછી તમારે સ્ક્રીન પર e-KYCનો વિકલ્પ પસંદ કરવો પડશે. હવે એક નવી વિન્ડો ખુલશે, જેમાં તમારે આધાર નંબર નાખવો પડશે. આધાર નંબર સાથે નોંધાયેલા ફોન નંબર પર OTP આવશે. OTP દાખલ કર્યા પછી સબમિટ પર ક્લિક કરો. સબમિશન પછી ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે.