PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાના 19મા હપ્તા પહેલા કરી લો આ કામ, નહી તો ખાતામાં જમા નહી થાય રૂપિયા

ખેડૂતો માટે ચલાવવામાં આવી રહેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે 24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરના ખેડૂતોના ખાતામાં લાભની રકમ જાહેર કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 18 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવે છે. જેથી વચ્ચે કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે.

યોજનાના લાભાર્થીઓ ચુકવણીની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે. ખેડૂતો સત્તાવાર વેબસાઇટ www.pmkisan.gov.in પર લોગ ઇન કરીને સ્થિતિ ચકાસી શકે છે. જેમણે e-KYC કર્યું નથી. તે ખેડૂતોને યોજનાનો લાભ મળશે નહીં. ખેડૂતો ત્રણ રીતે e-KYC કરી શકે છે. જેમાં પ્રથમ OTP આધારિત e-KYC એટલે કે e-KYC આધાર નંબર અને લિંક્ડ મોબાઇલ નંબર દ્વારા કરી શકાય છે. આ ઉપરાંત ફેસ ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક આધારિત ઈ-કેવાયસી પણ કરી શકાય છે.
જો તમારો જૂનો નંબર જે યોજના સાથે જોડાયેલ હતો તે બંધ થઈ ગયો છે અથવા તમે નવા નંબરનો ઉપયોગ શરૂ કર્યો છે તો તમારે પીએમ કિસાન સન્માન નિધિ ખાતામાં નવો મોબાઇલ નંબર અપડેટ કરવો પડશે. જો તમે આ નહીં કરો તો તમે યોજના સંબંધિત માહિતી મેળવી શકશો નહીં. મોબાઈલ નંબર અપડેટ કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ www.pmkisan.gov.in પર જાવ. આધાર કાર્ડ વગર પણ તમે નવો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો.
આ પછી ફાર્મર્સ કોર્નર વિકલ્પ પર જાવ. હવે અપડેટ મોબાઇલ નંબર પર ક્લિક કરો. આ પછી રજિસ્ટ્રેશન નંબર અને આધાર નંબરમાંથી એક વિકલ્પ પસંદ કરો અને નંબર દાખલ કરો. હવે કેપ્ચા દાખલ કર્યા પછી, એડિટ વિકલ્પ પર જાવ. હવે તમે તમારો નવો મોબાઇલ નંબર દાખલ કરી શકો છો. આ પછી નવો મોબાઇલ નંબર અપડેટ કરવામાં આવશે.
પીએમ કિસાન સન્માન નિધિની લાભાર્થી યાદીમાં તમારું નામ છે કે નહીં તે તમે ઓનલાઈન ચકાસી શકો છો. સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ www.pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે. હવે લાભાર્થી સ્થિતિ વિકલ્પ પર જાઓ. આ પછી આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે. આ પછી ગેટ ડેટાના વિકલ્પ પર જાવ. હવે યાદી તમારી સામે દેખાશે. જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો. જો તમારું નામ યાદીમાં નથી તો યોજના સંબંધિત તમારા વિસ્તારના અધિકારીઓનો સંપર્ક કરો.