30 એપ્રિલ અગાઉ ખેડૂતો માટે આ કામ કરવું જરૂરી, નહીં તો અટકી જશે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો
Kisan ID Card For Farmers: કિસાન યોજનાનો આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલાં બધા ખેડૂતોએ 30 એપ્રિલ સુધીમાં આ કામ પૂર્ણ કરવાનું રહેશે. નહિંતર 20મા હપ્તાના પૈસા અટકી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7
Kisan ID Card For Farmers: કિસાન યોજનાનો આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલાં બધા ખેડૂતોએ 30 એપ્રિલ સુધીમાં આ કામ પૂર્ણ કરવાનું રહેશે. નહિંતર 20મા હપ્તાના પૈસા અટકી શકે છે. ભારતની અડધાથી વધુ વસ્તી હજુ પણ ખેતી અને ખેડૂતો દ્વારા ગુજરાન ચલાવે છે. ભારત સરકાર ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ લાવે છે. જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે.
2/7
ભારત સરકારે ખેડૂતોને લાભ આપવા માટે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આજે પણ દેશભરમાં ઘણા ખેડૂતો એવા છે જેઓ ખેતીમાંથી વધારે પૈસા કમાઈ શકતા નથી. સરકાર દર વર્ષે આ ખેડૂતોને 6000 રૂપિયા આપે છે.
3/7
સરકાર દ્ધારા આ ખેડૂતોને ચાર મહિનાના સમયગાળા પર 2000 રૂપિયાનો હપ્તો મોકલવામાં આવે છે. એક વર્ષમાં ખેડૂતોને આવા કુલ 3 હપ્તા આપવામાં આવે છે. દેશના કરોડો ખેડૂતોને આનો લાભ મળે છે.
4/7
અત્યાર સુધીમાં કિસાન યોજના હેઠળ ખેડૂતોને કુલ 19 હપ્તા મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો આ યોજના હેઠળ 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જે જૂન મહિનામાં મોકલવામાં આવશે. પણ તે પહેલાં આ કામ કરવું પડશે.
5/7
કૃષિ વિભાગે ખેડૂતોને ખેડૂત ઓળખ પત્ર બનાવવા માટે માહિતી જાહેર કરી છે. બધા ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે તેમણે 30 એપ્રિલ સુધીમાં આ ઓળખપત્ર બનાવી લેવાનું રહેશે.
6/7
આ મેસેજમાં ખેડૂતોને કિસાન આઈડી કાર્ડ બનાવવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપવામાં આવી છે. જે ખેડૂતો પોતાનું કિસાન આઈડી કાર્ડ બનાવવા માંગે છે તેમણે નજીકના કૃષિ વિભાગ અથવા મહેસૂલ વિભાગ અથવા નજીકના જાહેર સેવા કેન્દ્રમાં જવું પડશે.
7/7
નોંધનીય છે કે આ કાર્ડ આધાર કાર્ડ જેવું હશે. તેમાં ખેડૂતો વિશેની બધી માહિતી હશે. સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં તેમને ફાયદો થશે, જે ખેડૂતો આ કાર્ડ બનાવી શકશે નહીં તેમને કિસાન યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ કાર્ડ બનાવવાનું ભૂલશો નહીં.
Published at : 10 Apr 2025 11:52 AM (IST)