PM Kisan Yojana: PM કિસાન યોજનામાં અરજી થઇ ગઇ છે રિજેક્ટ? આ પાંચ કારણો હોઇ શકે છે
PM Kisan Yojana: દર વખતે લાખો ખેડૂતો PM કિસાન યોજના માટે અરજી કરે છે, પરંતુ આમાંથી ઘણા ખેડૂતોની અરજીઓ ફગાવી દેવામાં આવે છે. આના ઘણા કારણો હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદર વર્ષે ઘણા નવા ખેડૂતો આ યોજના માટે અરજી કરે છે, જેમને તેનો લાભ મળવા લાગે છે. કેટલાક ખેડૂતોની અરજીઓ નામંજૂર થાય છે, તેના માટે પાંચ કારણો હોઈ શકે છે.
કિસાન યોજનામાં અરજી નામંજૂર થવાનું પહેલું કારણ એ હોઈ શકે છે કે તમારી બેન્કની વિગતો ખોટી છે, એકવાર ચેક કરો કે બેન્ક ખાતું સાચું છે કે નહીં.
અરજી નકારવાનું બીજું કારણ એ હોઈ શકે છે કે તમે કિસાન યોજનાની શરતો હેઠળ પાત્ર નથી. એટલે કે તમે ITR ભરો છો અથવા તમારી પાસે કોઈ જમીન નથી.
કિસાન યોજનામાં અરજી નકારવાનું ત્રીજું કારણ એ હોઈ શકે છે કે આધાર કાર્ડ બેન્ક ખાતા સાથે લિંક નથી. ખાતરી કરો કે આધાર લિન્ક થયેલ છે કે નહીં.
ચોથું કારણ અરજદારની ઉંમર હોઈ શકે છે, જો અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું જણાય તો તેની અરજી ફગાવી દેવામાં આવે છે.
પાંચમું અને છેલ્લું કારણ એ હોઈ શકે છે કે પીએમ કિસાન ઇ-કેવાયસી નથી કરાવી રહ્યું, કેવાયસી વિના હવે કિસાન યોજનાનો લાભ ઉપલબ્ધ નથી.