પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો આ તારીખ સુધીમાં આવી શકે છે, આ રીતે પૂર્ણ કરો ઇ-કેવાયસી
ભારત સરકાર દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જેનો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે. વર્ષ 2019 માં, ભારત સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત સરકારે અત્યાર સુધીમાં આ યોજનાના 17 હપ્તા બહાર પાડ્યા છે. હવે ખેડૂતો યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે. પરંતુ તે પહેલા જે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી, તેઓએ તે કરાવવું જોઈએ. કારણ કે તેના વિના હપ્તા બંધ થઈ શકે છે.
ઇ-કેવાયસી કરાવવા માટે, સૌ પ્રથમ તમારે કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે. તે પછી તમને જમણી બાજુએ e-KYC નો વિકલ્પ દેખાશે. તમારે તેના પર ક્લિક કરવું પડશે.
આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે. અહીં તમારે તમારો આધાર નંબર નાખવો પડશે આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, તમારે તેને દાખલ કરવો પડશે.
ત્યારબાદ તમારે 'સબમિટ'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. સબમિશન પછી, તમારી ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે.