IDF WDS: PM મોદીએ વર્લ્ડ ડેરી સમિટનું કર્યું ઉદ્ઘાટન, કચ્છની બન્ની ભેંસને લઈ કહી આ વાત
જેમાં પીએમ મોદીએ કહ્યું, ડિજિટલ ક્રાંતિના કારણે ડેરી ઉદ્યોગમાં લેવડ દેવડમાં ક્રાંતિ આવી. ભારત વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતની બન્ની ભેંસનું મોદીએ ઉદાહરણ આપી કહ્યું, બન્ની ભેંસ રાતના અંધકારમાં ચરવા નીકળે છે, તે ચરવા નીકળે ત્યારે પશુપાલક સાથે નથી હોતા. પશુપાલક ન હોવા છતાં જાતે જ ઘરે ફરે છે.(તસવીર સૌજન્યઃ એએનઆઈ)
આ સમિટમાં 50 દેશોના 1500 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રતિનિધિઓ પણ પીએમ મોદીનું ભાષણ એકચિત્ત થઈને સાંભળતા જોવા મળ્યા હતા.
ગુજરાતની બન્ની ભેંસનું મોદીએ ઉદાહરણ આપી કહ્યું, બન્ની ભેંસ રાતના અંધકારમાં ચરવા નીકળે છે, તે ચરવા નીકળે ત્યારે પશુપાલક સાથે નથી હોતા. પશુપાલક ન હોવા છતાં જાતે જ ઘરે ફરે છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
પીએમ મોદીએ કહ્યું, ડેરીના કારણે કરોડોના લોકોના ઘર ચાલે છે. ડેરી સેકટરની તાકાત નાના ખેડૂતો છે. ડેરીના કારણે 70 લાખ ખેડૂતોને ફાયદો થશે.
મોદીએ સંબોધનમાં કહ્યું દેશમાં ડેરી સેક્ટરનું મોટું નેટવર્ક છે. ભારતની ડેરી સેક્ટરની સાચી તાકાત મહિલાઓ છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
પીએમ મોદીએ ઈન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટ, ગ્રેટર નોઈડા, યુપી ખાતે એક સંબોધન પહેલા પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
આ સમયે તેમની સાથે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા, સીએમ યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
વર્લ્ડ ડેરી સમિટમાં સંબોધન કરતાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા.