RBI MPC: RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન
RBI MPC: ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની આજે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. RBI ગવર્નરે આજે રેપો રેટમાં ઘટાડો કર્યો નથી અને આનાથી આજે પણ તમારી EMI સસ્તી થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. જોકે, આરબીઆઈએ ખેડૂતોને ભેટ આપી છે અને આ અંતર્ગત ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વધારી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRBIએ ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વર્તમાન 1.6 લાખથી વધારીને 2 લાખ રૂપિયા કરી છે. આનો લાભ નાના અને મધ્યમ ખેડૂતોને મળશે. આ જાહેરાતનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન માટે કાંઇ ગીરવે રાખવું પડશે નહીં. પહેલા આ મર્યાદા 1.6 લાખ રૂપિયા હતી, એટલે કે કોઈ પણ ગીરવે રાખ્યા વિના ખેડૂતો માત્ર 1.6 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકતા હતા, જેની મર્યાદા હવે વધીને 2 લાખ રૂપિયા થઈ ગઈ છે.
ચાલુ નાણાકીય વર્ષની પાંચમી દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષામાં સતત 11મી વખત RBIએ શુક્રવારે પોલિસી રેટ રેપોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તેને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો.
જોકે, અર્થતંત્રમાં રોકડ વધારવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય બેન્કે CRR (કેશ રિઝર્વ રેશિયો) 4.5 ટકાથી ઘટાડીને ચાર ટકા કર્યો છે. આ પગલાથી બેન્કોમાં 1.16 લાખ કરોડ રૂપિયાની વધારાની રોકડ આવશે.
આ સાથે વર્તમાન પરિસ્થિતિને જોતા આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી અનુમાન 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કરી દીધું છે. ઓક્ટોબર MPCમાં, RBIએ દેશની GDP 7.2 ટકાની ગતિએ વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો હતો. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક મોંઘવારી દરનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો છે.
MPCની બેઠક બાદ RBI ગવર્નરે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમતો પર સતત દબાણને કારણે ફુગાવો ત્રીજા ક્વાર્ટરમાં ઊંચો રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે રવિ ઉત્પાદનથી રાહત મળશે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25 માટે રિટેલ ફુગાવાનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો છે.