તલની ખેતીથી ખેડૂતો બની શકે છે માલામાલ, યોગ્ય સમયે આ રીતે કરો વાવણી
તલની ખેતી પણ એક મહત્વપૂર્ણ ખરીફ પાક છે, જેના માટે ફળદ્રુપ જમીનની જરૂર નથી, તે રેતાળ જમીનમાં વાવી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં તલની ખેતી મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં ખરીફ પાક તરીકે ખેતી થાય છે. જ્યારે, ઉત્તર પ્રદેશના બુંદેલખંડ પ્રદેશમાં મુખ્ય પાક તરીકે તલની ખેતી કરવામાં આવે છે.
ભારતમાં તલનું ત્રણ વખત વાવેતર થાય છે. પરંતુ ખરીફ સિઝનમાં તેની ખેતી કરવાથી ખેડૂતોને ઘણો નફો મળે છે. તલની ખેતી સામાન્ય રીતે જુલાઈ મહિનામાં કરવામાં આવે છે.
તેના પાક માટે સારી ગુણવત્તાવાળા બીજનો ઉપયોગ કરો અને વાવણી પહેલા બીજની માવજત કરવી જરૂરી છે. ખેતરમાં તલને હરોળમાં વાવો અને હરોળથી હરોળ અને છોડથી છોડ વચ્ચે 30*10નું અંતર રાખો.
તલની વાવણી કરતા પહેલા ખેતરમાં નીંદણને જડમૂળથી બહાર કાઢી લો. આ પછી ખેતરમાં 2-3 વાર ખેડાણ કરો. આ જમીનને જંતુમુક્ત બનાવશે અને જમીનના સૌરીકરણમાં મદદ કરશે.
ખેડાણ કર્યા પછી, ખેતરમાં હળ ચલાવો. છેવટે, ખેડતી વખતે જમીનમાં 80-100 ક્વિન્ટલ છાણીયું ખાતર ભેળવી દો. આ સાથે 30 કિ.ગ્રા. નાઇટ્રોજન, 15 કિ.ગ્રા. ફોસ્ફરસ અને 25 કિ.ગ્રા. પણ ભેળવો. તેનાથી ઉપજ સારી આવશે.
તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.