PM Kisan Yojana: આ ખેડૂતોના ખાતામાં નહી આવે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો, જાણો કારણ?
PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ અહીં જણાવેલા મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPM Kisan Samman Nidhi Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરી રહી છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં 15 હપ્તા આપવામાં આવ્યા છે. હવે સરકાર 16મો હપ્તો ટ્રાન્સફર કરશે.
16મા હપ્તાનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે દસ્તાવેજની ચકાસણી અને ઈ-કેવાયસી વિના તેમને લાભ આપવામાં આવશે નહીં.
આવા ખેડૂત ભાઈઓ યોજનાના લાભોથી વંચિત રહેશે. તેથી તેમણે આ કાર્યો તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ.
16મો હપ્તો મેળવવા માટે ખેડૂત ભાઈઓ PM કિસાન પોર્ટલની મુલાકાત લઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઇએ
અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે બધી વિગતો સાચી હોય.
જરૂર જણાય તો ખેડૂતોએ પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261, 1800115526 અથવા 011-23381092 પર સંપર્ક કરી શકે છે.