Numerology Horoscope : અંક જ્યોતિષ મુજબ આ રાશિના જાતક માટે શનિવાર રહેશે શુભ, બંપર લાભના યોગ
અંક જ્યોતિષ મુજબ જાણીએ કે, શનિવાર 17 ઓગસ્ટનો દિવસ અંકશાસ્ત્ર મુજબ 1થી 5 મૂલાંકના લોકો માટે કેવો જશે. શું કહે છે આપનો મૂલાંક?
પ્રતીકાત્મક તસવીર
1/6
Numerology Horoscope : અંકશાસ્ત્ર અનુસાર, તમારો મૂળ નંબર જાણીને તમે તમારું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ જાણી શકો છો. ચાલો જાણીએ કે, શનિવાર અંક જ્યોતિષ મુજબ કેવો રહેશેટઆ દિવસે તમારું ભાગ્ય કેવું
2/6
મૂલાંક-1 (કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે જન્મેલા લોકોની મૂળાંક સંખ્યા 1 છે)મૂલાંક 1 વાળા લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે. આજે તમે તમારું કામ સમયસર પૂરું કરી શકશો નહીં, જેના કારણે તમે ચિંતિત થઈ શકો છો. સાથે જ આજે આર્થિક લાભ પણ થઈ શકે છે.શુભ રંગ-લાલ છે.
3/6
મૂલાંક-2 (કોઈપણ મહિનાની 2, 11, 20 અથવા 29 તારીખે જન્મેલા લોકોની મૂળાંક સંખ્યા 2 છે)મૂલાંક નંબર 2 વાળા લોકોએ આજે પોતાનું કામ ખૂબ જ સમજદારીથી કરવું જોઈએ. તમારા મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરો અને સકારાત્મક વિચારો. કંઈ પણ કાયમી નથી, તમારી વિચારસરણી બદલો. લકી કલર-મરૂન છે.
4/6
મૂલાંક-3 (કોઈપણ મહિનાની 3, 12, 21 અથવા 30 તારીખે જન્મેલા લોકોની મૂળાંક સંખ્યા 3 છે)3 નંબર વાળા લોકો આજથી તેમની રજાઓ માણી શકશે. લોગ વીકએન્ડની ઉજવણી કરવા માટે તમે તમારા પરિવાર સાથે બહાર જઈ શકો છો. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો.શુભ રંગ-વાદળી છે.
5/6
મૂલાંક-4 (કોઈપણ મહિનાની 4, 13, 22 અથવા 31 તારીખે જન્મેલા લોકોની મૂળાંક સંખ્યા 4 છે) મૂલાંક નંબર 4 વાળા લોકો સામાજિક કાર્યોમાં વ્યસ્ત થઈ શકે છે. તમે ઘણા સમયથી આ કાર્યમાં ભાગ લેવાનું વિચારી રહ્યા હતા. આજે તમારો દિવસ સફળ રહેશે.
6/6
મૂલાંક-5 (કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે જન્મેલા લોકોની મૂળાંક સંખ્યા 5 છે)5 નંબર વાળા લોકો આજે સંપૂર્ણ વેકેશન મૂડમાં જોવા મળી શકે છે. તમે કામ પરથી રજા લઈ પરિવાર સાથે બહાર જઈ શકો છો. વ્યવસાય કરનારાઓને આજે પરિવારનો સહયોગ મળશે, જ્યાં તમે મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરી શકશો. શુભ રંગ-પીળો છે.
Published at : 17 Aug 2024 08:55 AM (IST)