Numerology Horoscope: આપની જન્મતારીખ મુજબ જાણો ચંદ્રગ્રહણના દિવસ આપના માટે કેવી અસર સર્જશે
Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4+ 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો દસપ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૂલાંક -1જીવનમાં સ્થિરતાની જરૂર છે. કોઈની સાથે વિવાદ કરવાનું ટાળો. નોકરીયાત લોકોના જીવનમાં પ્રગતિની સંભાવના છે. પ્રેમની બાબતમાં જીવનસાથીનો સહયોગ રહેશે. પરિવારમાં નવું ઘર લાવવા અંગે ચર્ચા થઈ શકે છે
મૂલાંક 2 વાળા લોકોએ નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવાની જરૂર છે. પૈસાનું રોકાણ સમજદારીથી કરો. સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે. પ્રેમ સંબંધમાં નિરાશા થઈ શકે છે. બુધવાર તમારા માટે વ્યસ્ત દિવસ હોઈ શકે છે.
મૂલાંક-3 ધરાવતા લોકો માટે આવતીકાલનો દિવસ આશ્ચર્યથી ભરેલો રહેવાનો છે. કામકાજમાં પ્રગતિના સંકેતો છે. સકારાત્મકતા સાથે જીવો. સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. પ્રેમ સંબંધી મામલાઓમાં સારા પરિણામ મળશે.
મૂલાંક 4 વાળા લોકો માટે આ સમય સાનુકૂળ રહેવાનો છે. પરિવારમાં વડીલોની વાતનો જવાબ આપવાથી સંબંધો બગડી શકે છે. કામ પ્રત્યે ઈમાનદારી બતાવો. ઓફિસમાં મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.
મૂલાંક 5 વાળા લોકો માટે આવતી કાલનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેવાનો છે. મનમાં નકારાત્મક વિચારો આવવા ન દો. કોઈપણ પ્રકારનો આર્થિક વ્યવહાર સમજી વિચારીને કરો. ઘર- પરિવાર સાથે સમય પસાર કરવાથી તમને સારું લાગશે.
6 મૂલાંકવાળા લોકો માટે બુધવારનો દિવસ સારો રહેવાનો છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. સારો ખોરાક લો જે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. કોઈપણ પ્રકારના મામલામાં ફસાશો નહીં નહીંતર તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.
મૂલાંક 7 વાળા લોકોએ પોતાના જીવનમાં સમસ્યાઓ ઉકેલવા માટે બીજા કરતા પોતાના મનની વાત વધુ સાંભળવી જોઈએ. તમારો આત્મવિશ્વાસ ઓછો થવા ન દો. પ્રેમ સંબંધમાં તમને સફળતા મળી શકે છે. મનપસંદ વ્યક્તિ સાથે લગ્નની વાત થઈ શકે છે.
8 અંક વાળા લોકો માટે બુધવારનો દિવસ સારો રહેશે. તમને ગમતી વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે. અટકેલા પૈસા આવી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર રહો કારણ કે સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી.
મૂળાંક 9 વાળા લોકોના જીવનમાં બુધવાર યોગ્ય વર-કન્યાની મુલાકાતનો દિવસ સાબિત થઈ શકે છે. પરિવારના દરેક લોકો લાંબા સમય પછી મળવાના છે. નાણાકીય બાબતોમાં વધારો થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.