Numerology: આપની જન્મ તારીખના અંક પરથી જાણો રવિવારનો દિવસ કેવો વિતશે? જાણો શું કહે છે અંક જ્યોતિષ
Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4+ 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો દસપ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંક 1 વાળા લોકો માટે રવિવારનો દિવસ સારો રહેવાનો છે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી શકે છે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે પ્રેમની અદ્ભુત ક્ષણો પસાર કરશો. ધનનું આગમન પણ થશે.
મૂલાંક 2 નંબર વાળા લોકો માટે રવિવારનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. તમને તમારા પરિવારના લોકોનો સહયોગ મળશે. વેપારમાં પ્રગતિ જણાય. અંગત અને વ્યાવસાયિક જીવનને મિશ્રિત ન કરો.
મૂલાંક 3 વાળા લોકોનું ભાગ્ય ચમકી શકે છે. તમને પૈસા કમાવવાની તક મળી શકે છે. તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરો.
મૂલાંક 4 અંક વાળા લોકો માટે રવિવારનો દિવસ સારો રહેવાનો છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લો, નહીં તો તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો અને બહારનું ખાવાનું ટાળો.
મૂલાંક 5 વાળા લોકો માટે રવિવાર ઉતાવળમાં પસાર થઈ શકે છે. કોઈપણ પ્રકારના ખોટા નિર્ણયો ન લો. શેરબજારમાં રોકાણ કરતા પહેલા શીખવું જરૂરી છે.
મૂલાંક 6 નંબર વાળા લોકો માટે આવતી કાલનો દિવસ સારો રહેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળો પર જઈ શકો છો. તમે તમારા પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો. નોકરી માટે નવી ઓફર આવી શકે છે.
7 મૂલાંક વાળા લોકોએ પોતાનો આત્મવિશ્વાસ ઓછો ન કરવો જોઈએ. બીજાની વાત સાંભળીને તમારી જાતને નિરાશાથી ભરી ન દો, હંમેશા કંઈક શીખવા માટે સમય કાઢો. તમારા ખાલી સમયમાં કોઈ પુસ્તક વાંચવું તમારા માટે વધુ સારું સાબિત થઈ શકે છે.
મૂલાંક 8 વાળા લોકો રવિવારે સંબંધીઓના ઘરે જઈ શકે છે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. તમે નવી કાર ખરીદવાનું નક્કી કરી શકો છો. તમને આર્થિક મજબૂતી પણ મળી શકે છે.
મૂલાંક નંબર 9 વાળા લોકોનો રવિવાર સારો હોઈ શકે છે. પરિવાર સાથે બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો. લવ લાઈફને લઈને ગંભીર રહો, નહીંતર વર્ષો જૂના સંબંધોનો અંત આવી શકે છે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.