Vastu Tips For Love : વાસ્તુની આ ટિપ્સ આપના જીવનમાં પ્રેમ દેશે દસ્તક, મળશે ઇચ્છિત હમસફર

Vastu Tips For Love : જીવનમાં સાચો પ્રેમ મળે તો જીવન પહેલા કરતા વધુ સુંદર બની જાય છે. જો તમે પણ સાચો પ્રેમ મેળવવા માંગતા હોવ તો તમે વાસ્તુના કેટલાક અસરકારક ઉપાયો કરી શકો છો.

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)

1/6
દુનિયામાં દરેક વ્યક્તિ સાચો પ્રેમ (Love) શોધવા માંગે છે પરંતુ એવા ઘણા લોકો છે જે જીવનભર ભટકતા રહે છે પરંતુ સાચો પ્રેમ પામી શકતા નથી. આવી સ્થિતિમાં તેઓ પોતાનું જીવન અધૂરું અનુભવવા લાગે છે. વાસ્તુશાસ્ત્રમાં એવી પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી આપની જિંદગીમાં પ્રેમની દસ્તક થઇ શકે છે. મતલબ કે, જો તમે ઈચ્છિત પ્રેમ મેળવવા ઈચ્છો છો તો તમે વાસ્તુશાસ્ત્રના આ ઉપાયો કરી શકો છો. જાણીએ વાસ્તુશાસ્ત્રના કયા ઉપાયોથી પ્રેમ તમારા જીવનમાં દસ્તક આપી શકે છે.
2/6
વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે, ઇચ્છિત પ્રેમ મેળવવા માટે ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં બે સુંદર પક્ષીઓના ફોટા લગાવવા જોઈએ. આ તમારા જીવનમાં ચોક્કસપણે લવ દસ્તક દેશે. લવ બર્ડની ઘરમાં તસવીર પ્રેમ ઊર્જા આકર્ષે છે.
3/6
ઘણા લોકો રાત્રે પીળા બલ્બ કરે છે, પરંતુ આમ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અવરોધાય છે. તમારા ઘરમાં પ્રેમ અને સકારાત્મક ઉર્જા બની રહે માટે સફેદ રંગની લાઈટ એટલે કે રાત્રે માત્ર સફેદ રંગનો બલ્બ જ રાખવો જોઈએ.
4/6
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાધા-કૃષ્ણના ફોટા લગાવવાથી તમારા જીવનમાં ક્યારેય પ્રેમની કમી નથી આવતી. આમ કરવાથી ઇચ્છિત પ્રેમ પણ તમારા જીવનમાં આકર્ષિત થાય છે. ઘરમાં રાધા-કૃષ્ણના ફોટા રાખવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
5/6
વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરની દિવાલોને લીલા, લાલ, કેસરી કે પીળા રંગથી રંગાવો. આ સિવાય જો તમે ઈચ્છિત પ્રેમ મેળવવા ઈચ્છો છો તો ઘરની દીવાલો પર ક્યારેય પણ વાદળી રંગ ના લગાવો. આ રંગ તમારી લવ લાઈફ પર વિપરિત અસર કરે છે.
6/6
નેચરલ પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ પણ ઘરમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તમારા ઘરમાં એવી દિશામાં બારીઓ હોવી જોઈએ. જ્યાંથી સવારનો સૂર્યપ્રકાશ રૂમમાં પહોંચે છે. જો આવું થાય, તો તમારા જીવનમાં પ્રેમના પ્રવેશની શક્યતા વધી જાય છે.
Sponsored Links by Taboola